થપ્પડ માર્યા બાદ હવે ક્રિસ રોકે ઠુકરાવી ઓસ્કર ઓફર, બહાર આવ્યું આ કારણ
લોકો દર વર્ષે ઓસ્કાર 2022ની રાહ જુએ છે. આ પુરસ્કાર માટે વિશ્વભરની ફિલ્મોનું નામાંકન કરવામાં આવે છે અને શ્રેષ્ઠ ફિલ્મને આ પુરસ્કાર આપવામાં આવે છે. ઓસ્કાર મેળવવો એ દરેક માટે સન્માનની વાત છે. પરંતુ છેલ્લા ઓસ્કાર એવોર્ડમાં કંઈક એવું બન્યું કે લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. ઓસ્કાર 2022માં અભિનેતા વિલ સ્મિથે એવોર્ડ હોસ્ટ કરનાર ક્રિસ રોકને થપ્પડ મારી હતી. હવે ક્રિસ રોકે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે, તેણે આવતા વર્ષના ઓસ્કારને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે.

ક્રિસ રોકે આપી માહિતી
વિલ સ્મિથને થપ્પડ મારનાર ક્રિસ રોકે તેના ફેન્સ સાથે એક સમાચાર શેર કર્યા છે. વાસ્તવમાં તેને 2023 ઓસ્કર હોસ્ટ કરવાની ઓફર પણ કરવામાં આવી હતી પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી છે. તેની પાછળનું કારણ વિલ સ્મિથની થપ્પડ જણાવવામાં આવી રહ્યું છે.

કોમેડી શો દરમિયાન જણાવી વાસ્તવિકતા
તમને જણાવી દઈએ કે તે 2022માં સ્ટેજ પર બનેલી ઘટનાને ભૂલી શક્યો નથી. હકીકતમાં ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની વિશે એક મજાક કહી હતી, જેના કારણે વિલ સ્મિથે તેને થપ્પડ મારી હતી. જો કે, વિલ સ્મિથે તેના વર્તન માટે ક્રિસ રોકની એક નહીં પરંતુ બે વખત માફી માંગી હતી. ક્રિસની ઓફરને ફગાવી દેવાથી સ્પષ્ટ થાય છે કે તે આ ઘટનાને ભૂલ્યો નથી. વિલ સ્મિથ પર તેની આ ક્રિયાને કારણે 10 વર્ષ સુધી કોઈપણ એવોર્ડ શો કે ઈવેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

થપ્પડ મારવી મોંઘી પડશે
ક્રિસ રોકે સ્ટેન્ડ અપ શોમાં વિલ સ્મિથ વિશે કહ્યું હતું કે ‘તે મારા કરતા ઘણો મોટો છે. નેવાડા રાજ્ય મારા અને સ્મિથ વચ્ચેના ઝઘડાને મંજૂર કરશે નહીં’. વિલ સ્મિથને થપ્પડ મારવી તેને એટલી મોંઘી પડી છે કે માત્ર ઓસ્કર જ નહીં પરંતુ તેના પર કોઈપણ જાહેરાતમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.