
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્મૃતિવનમાં વિવિધ ૫૦ ચેકડેમ લોકાર્પણ કર્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્મૃતિવનમાં વિવિધ ૫૦ ચેકડેમ લોકાર્પણ કર્યા
વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સદગત આત્માઓની ૧૦૨૦ નેમ પ્લેટ સ્મૃતિ રૂપે મુકાઈ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ વર્ષ ૨૦૦૧માં રાજ્ય અને કચ્છ્માં આવેલા ગોઝારા ભૂકંપમાં હોમાયેલા સદગત આત્માઓની યાદમાં રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું લોકાર્પણ કર્યુ. જેમાં સંગ્રહાલયથી અંદાજે બે કિ.મી. ઉપરના ત્રિકોણ અને ગોળાકાર આકારના વિવિધ ૫૦ ચેકડેમને પણ લોકાર્પિત કર્યા. જેમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨૯૩૨ સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧૦૨૦ નેમ પ્લેટ તેમના ગામ, તાલુકા અને શહેરના નામ સાથે રાખવામાં આવેલ છે. એક નેમ પ્લેટમાં ૧૨ સદગતના નામ રાખવામાં આવ્યા છે. વિવિધ ચેક્ડેમમાં નેમ પ્લેટમાં સદગતના સમાવિષ્ટ કરીને સદગત આત્માઓને તેમની સ્મૃતિ રૂપે અમર કરવામાં આવ્યા છે. એક પછી એક પગથિયા આધારિત ચેકડેમ ક્રમ બાય ક્રમ ભરાય એ રીતે આ ચેકડેમનું નિર્માણ કરાયું છે.
નાના વર્તુળાકાર ના ૨૦૦ હજાર લીટર પાણી સંગ્રહ કરી શકે એવા ૫૦૦ સ્કેવરમીટર બાંધકામના ૨૮ચેકડેમ, ૭૭૫ હજાર લીટર પાણીની સંગ્રહ ક્ષમતાવાળા ૫૫૦ સ્કેવરમીટર બાંધકામના પાંચ ચેકડેમ તેમજ ૧૬૦૦ હજાર લીટર પાણીની ક્ષમતા ધરાવતા ૮૮૦ સ્ક્વેરમીટરમાં બનેલા બે ચેકડેમ છે.જ્યારે ત્રિકોણ આકારમાં ૨૦૦ હજાર લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા ૬૪૫ સ્કેવરમીટર બાંધકામમાં બનેલા અગિયાર ચેકડેમ છે. ૫૫૦ હજાર લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા ૯૦૦ સ્કેવરમીટરમાં ફેલાયેલા ચાર ચેકડેમ થઈને વિવિધ ૫૦ ચેકડેમ સૌનું આકર્ષણ કેન્દ્ર બનશે.
આ ડેમની આસપાસ તેમની ભૂકંપમાં હોમાયેલા સદગત આત્માઓની યાદમાં રોપાએલા વિવિધ હજારો વૃક્ષો અને મિયાવાંકીવન તેની શોભા વધારે છે. અહી એમીનીટીઝ બ્લોક, કેન્ટીન અને ઈન્ટરનલ રોડની સુવિધા મુલાકાતીઓ માટે જોવા મળે છે.
