IND Vs PAK: દુબઇમાં છેલ્લી 15 મેચમાં 14 મેચમાં બીજી બેટિંગ કરનારી ટીમ જીતી છે

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ની ટીમો આજે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેદાન પર ટોસ નિર્ણાયક ભૂમિકામાં છે. અહીં ‘ટોસ જીતો-મૅચ જીતો’ની કહેવત એકદમ બંધબેસે છે. કારણ કે અહીં ટોસ જીતનાર કેપ્ટન હંમેશા પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે અને આ નિર્ણય સાચો પણ સાબિત થયો છે. છેલ્લી 15 ઈન્ટરનેશનલ ટી20 મેચોમાં, ફક્ત પ્રથમ બોલિંગ કરનારી ટીમ 14 વખત જીતી શકી છે.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે શરૂ થનારી મેચોમાં જે ટીમ પહેલા બોલિંગ કરે છે તેને થોડી મદદ મળે છે. અહીં શરૂઆતમાં ઝડપી બોલરને સ્વિંગ મળે છે અને બાદમાં સ્પિનરોને ફાયદો મળે છે. પરંતુ જેમ-જેમ મેચ આગળ વધે છે તેમ-તેમ અહીં ઔંસ પડવા લાગે છે, જેને બોલર બોલ પર સારી પકડ બનાવી શકતો નથી. આવી સ્થિતિમાં બોલરોને બીજી ઇનિંગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને બેટિંગ સરળ બની જાય છે. સ્થિતિ એવી છે કે પીછો કરતી ટીમને લક્ષ્ય સુધી પહોંચવામાં કોઈ સમસ્યા નથી. આ જ કારણ છે કે છેલ્લી 15 T20 ઈન્ટરનેશનલ મેચોમાંથી 14 મેચ જેમાં ટીમો પીછો કરતી વખતે જીતી હતી, તે તમામ 5 કે તેથી વધુ વિકેટથી જીતી હતી. તેમાંથી 11 જીત 7 કે તેથી વધુ વિકેટે મેળવી હતી.

અફઘાનિસ્તાન-શ્રીલંકા મેચમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

એશિયા કપ 2022ની પ્રથમ મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને શ્રીલંકાને માત્ર 105 રનમાં આઉટ કરી દીધી. આ પછી અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ 10.1 ઓવરમાં કોઈ પણ મુશ્કેલી વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. અફઘાન ટીમે અહીં 8 વિકેટે જીત મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *