BCCIએ પ્રેક્ટિસ સેશનની તસવીરો શેર કરી, પાકિસ્તાન સામે આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દૂબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મહામુકાબલા માટે રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરી રહી છે. બીસીસીઆઇએ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં ખેલાડી પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત આ છે કે બીસીસીઆઇએ કુલ 10 તસવીર શેર કરી છે જેમાં 11 ખેલાડી જોવા મળી રહ્યા છે. એવામાં સવાલ ઉભો થાય છે કે પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની પ્લેઇંગ-11 આ જ તો નથી રહેવાની.

રોહિત શર્મા અને લોકેશ રાહુલ

પાકિસ્તાન વિરૂદ્ધ મુકાબલામાં કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલના ઓપનિંગ કરવાની પુરી સંભાવના છે. કેએલ રાહુલ ઇજા બાદ ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતની કેપ્ટન્સી સંભાળી હતી. બીજી તરફ રોહિત શર્મા મિની બ્રેક પછી ટીમમાં પરત ફર્યો છે.

વિરાટ કોહલી

પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર ઉતરી શકે છે. કોહલીને વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે વિરૂદ્ધ સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર અને રિષભ પંત

સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર બેટિંગ માટે ઉતરી શકે છે. તે પછી રિષભ પંત પાંચમા નંબર પર બેટિંગ માટે ઉતરી શકે છે અને વિકેટ કીપરની ભૂમિકામાં પણ જોવા મળશે.

હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક

ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પાકિસ્તાન વિરૂદ્ધ બોલ અને બેટ બન્નેથી સારૂ પ્રદર્શન કરી શકે છે. પાકિસ્તાન સામે પ્લેઇંગ ઇલેવનમાં દિનેશ કાર્તિકના સમાવેશની પણ શક્યતા છે. દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકા નીભાવી શકે છે.

ભૂવનેશ્વર કુમાર-ચહલ

અનુભવી ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને પાકિસ્તાન વિરૂદ્ધ શરૂઆતની ઓવરમાં વિકેટ ઝડપવી પડશે. ભુવીએ તાજેતરના સમયમાં ક્રિકેટમાં ખુદને ફરી એક વખત સાબિત કરીને બતાવ્યુ છે.લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળશે. ચહલ રમતા અશ્વિને પ્લેઇંગ-11ની બહાર બેસવુ પડી શકે છે.

અવેશ ખાન અને અર્શદીપ સિંહ બન્નેનો ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *