એશિયા કપ 2022ના પ્રારંભ પહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ વસીમ જૂનિયરને ઇજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થવુ પડ્યુ. વસીમ જૂનિયરને બુધવારે એસીસી ટી-20 એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરતા ઇજા થઇ હતી.

તે બીજો પાકિસ્તાનનો ફાસ્ટ બોલર છે, જે ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા એશિયા કપની બહાર થઇ ગયો છે. શાહીન શાહ આફ્રિદી પહેલા ઇજાને કારણે બહાર થઇ ગયો હતો અને તેની જગ્યાએ મોહમ્મદ હસનૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ જણાવ્યુ કે ટીમના મેડિકલ સ્ટાફે બોલરનું આકલન કર્યુ અને દૂબઇમાં એમઆરઆઇ સ્કેનમાં તેની ઇજાની પૃષ્ટી થઇ છે, તેને કહ્યુ કે, આ મામલે પીસીબી તબીબી સલાહકાર સમિતી સાથે ચર્ચા કરવામાં આવી જ્યારે એક જાણકાર ફિઝિયોથેરેપિસ્ટ દ્વારા એક સ્વતંત્ર સમીક્ષાની પણ માંગ કરવામાં આવી હતી. મેડિકલ ટીમ વસીમની ઇજા પર નજર રાખશે અને ક્રિકેટમાં તેની વાપસી માટે ઇંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ પહેલા ફરી નિર્ણય લેવામાં આવશે.
આ વચ્ચે હસન અલીને વસીમની જગ્યાએ ટીમમાં તક આપવામાં આવી છે, જે ઇવેન્ટ ટેકનિકલ કમિટીની મંજૂરીના આધીન છે. પીસીબીએ કહ્યુ કે જેવા જ ઇટીસીએ હસનને તેની જગ્યાએ લેવાની મંજૂરી આપશે, તે યૂએઇ માટે રવાના થઇ જશે
.

હસન અલીને ટીમ મેનેજમેન્ટ દ્વારા ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ માંગ કરવામાં આવી હતી અને મુખ્ય પસંદગીકારોએ અનુરોધનો સ્વીકાર કર્યો હતો. જાહેરાતમાં કહેવામાં આવ્યુ કે હસન અલી ગત ત્રણ અઠવાડિયાથી રાષ્ટ્રીય ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રમાં પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો હતો અને વર્તમાનમાં રાવલપિંડીમાં છે અને 30 ઓગસ્ટથી શરૂ થનારી રાષ્ટ્રીય ટી-20ની તૈયારી કરી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઇમાં એશિયા કપ 2022 ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાવાની છે. બાબર આઝમ અને રોહિત શર્મા વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.