

મનુષ્યનું શરીર લગભગ 70 ટકા પાણીથી બનેલું છે, આ વાત દરેક લોકો જાણે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર ફિટ અને સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો વધારે પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે? જો કે ઘણાં બધા લોકો ડિહાઇડ્રેશનના લક્ષણો પર ધ્યાન આપતા હોય છે, પરંતુ ઓવરહાઇડ્રેશનની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે. તમને જણાવી દઇએ કે પાણી વધારે પ્રમાણમાં પીવાથી લોહીમાં સોડિયમનું સ્તર ઓછુ થઇ શકે છે. તો જાણી લો તમે પણ વધારે પ્રમાણમાં પાણી પીવાથી શરીરને કયા-કયા સંકેત મળે છે

- જો તમને સતત માથુ દુખ્યા કરે છે તો ઓવરહાઇડ્રેશનનું લક્ષણ પણ હોઇ શકે છે. વધારે માત્રામાં પાણી પીવાથી તમારી શરીરની કોશિકાઓમાં સોજો આવી શકે છે. સોજો તમારા મગજ પર પણ અસર પહોંચાડે છે, જેના કારણે પણ તમને સતત માથુ દુખ્યા કરે છે.
- વધારે માત્રામાં પાણી પીવાથી તમે ઓવરહાઇડ્રેશનનો શિકાર બનો છો જેના કારણે તમારી બોડીમાં અનેક સમસ્યાઓ થઇ શકે છે. ઘણી વાર પાણી ના પીવું હોય અને તમે વધુ પ્રમાણમાં પાણી પીવો છો તો બેચેની જેવું પણ લાગે છે. શરીરમાં વધારે પાણી જવાની પક્રિયાને વોટર ઇન્ટોક્સિકેશન કહેવામાં આવે છે. વોટર ઇન્ટોક્સિકેશનને કારણે તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે.
- તમે વધુ પ્રમાણમાં પાણી પીવો છો તો તમારો પેશાબ પણ પાણીની જેમ જ દેખાશે. જ્યારે પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી પેશાબનો રંગ સામાન્ય પીળો દેખાય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તમે જ્યારે પેશાબ કરો ત્યારે ખાસ કરીને પેશાબના રંગ પર પણ ખાસ ધ્યાન આપો. પેશાબનો રંગ બદલાવવાથી પણ તમને અનેક વાતની જાણ થઇ શકે છે.
- ઓવરહાઇડ્રેશનથી તમારી કિડનીને પણ નુકસાન થઇ શકે છે. વધુ માત્રામાં પાણી પીવાથી તમને ઉલ્ટી જેવી સમસ્યા પણ થઇ શકે છે.
