અનિલ કુંબલેનો IPLમાં પંજાબ કિગ્સ સાથેની સફર સમાપ્ત; નવા કોચની શોધમાં ફ્રેન્ચાઇઝી

ભારતના સ્પિન લીજેન્ડ અનિલ કુંબલે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)માં પંજાબ કિંગ્સના મુખ્ય કોચના રૂપમાં જોવા નહી મળે, કારણ કે ફ્રેન્ચાઇઝીએ તેના કરારને ના વધારવાો નિર્ણય કર્યો છે. અનિલ કુંબલે વર્ષ 2020માં પીબીકેએસ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયો હતો.

સમાચાર અનુસાર, બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, ઉદ્યોગપતિ મોહિત બર્મન, નેસ વાડિયા અને કરણ પોલ સાથે પીબીકેએસના સીઇઓ સતીશ મેનન સહિત કેટલાક માલિકોએ અનિલ કુંબલેને મુખ્ય કોચ પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે.

PBKS નવા મુખ્ય કોચની શોધમાં

જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટરની જગ્યા કોણ લેશે, તેની પર કોઇ અપડેટ આવ્યુ નથી પરંતુ ફ્રેન્ચાઇઝી મુખ્ય કોચ પદ માટે સારા ઉમેદવારને શોધઈ રહી છે અને જલ્દી તેની જાહેરાત પણ કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે, અનિલ કુંબલે વર્ષ 2020માં પદભાર સંભાળ્યા બાદથી પીબીકેએસ આઇપીએલના ત્રણેય સીઝનમાં ટોપ ચારમાં જગ્યા બનાવી શકી નહતી અને પોઇન્ટ ટેબલમાં પાંચમા કે તેથી નીચે રહી હતી.

પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધી કેટલાક કોચ અજમાવ્યા છે પરંતુ તેમણે સફળતા મળી નથી. તે અત્યાર સુધી 15 વર્ષમાં એક પણ આઇપીએલ ખિતાબ જીતવામાં સફળ થઇ શકી નથી. વર્ષ 2020માં અનિલ કુંબલેના પંજાબ કિંગ્સમાં મુખ્ય કોચ તરીકે જોડાયા પહેલા સંજય બાંગર (2014-16), વિરેન્દ્ર સહેવાગ (2017), બ્રૈડ હૉજ (2018) અને માઇક હેસન (2019)એ ફ્રેન્ચાઇઝી માટે આ ભૂમિકા નીભાવી છે.

તમને જણાવી દઇએ કે અનિલ કુંબલે 2020માં આઇપીએલમાં એકમાત્ર ભારતીય મુખ્ય હેચ કોચ હતા. તે અત્યાર સુધી આઇપીએલમાં ત્રણ ટીમ સાથે કામ કરી ચુક્યા છે- એક મેન્ટરના રૂપમાં પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને પછી મુંબઇ ઇન્ડિયન્સ (MI) સાથે જ્યારે પંજાબ કિંગ્સ તેમની ત્રીજી ટીમ હતી, તેમણે 2016માં એક વર્ષ માટે ભારતના મુખ્ય કોચનું પદ સંભાળ્યુ હતુ. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલને પણ હટાવવાના સમાચાર સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *