
ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2022 રમવા માટે યૂએઇમાં છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત શનિવાર 27 ઓગસ્ટથી થવા જઇ રહી છે. બીજા દિવસે ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમશે. આ પહેલા વિરાટ કોહલીને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવવા લાગી અને તેને એક પોસ્ટ શેર કરી છે. આ ટૂર્નામેન્ટમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાના ફોર્મમાં પરત ફરવા માંગશે.
કોહલીએ પોસ્ટમાં લખ્યુ 7+18 નંબર
વિરાટ કોહલીએ ધોની સાથેની તસવીર શેર કરી છે જેની સાથે ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. ફેન્સે તેની પર કોમેન્ટ કરી છે. કોહલીએ જે તસવીર શેર કરી છે તેમાં ધોનીનો ચહેરો દેખાતો નથી પરંતુ તેની ટી-શર્ટ પર લખેલો 7 નંબર દેખાઇ રહ્યો છે. વિરાટ કોહલીએ આ નંબરને પોસ્ટમાં મેન્શન પણ કર્યુ છે.

વિરાટ કોહલીએ પોસ્ટમાં લખ્યુ, આ વ્યક્તિનો વિશ્વાસપાત્ર ડેપ્યુટી બનવુ ઘણુ સુખદ રહ્યુ હતુ. આ મારી કરિયરનો સૌથી રોમાંચક સમય હતો. અમારી પાર્ટનરશઇપ મારી માટે હંમેશા ઘણી સ્પેશ્યલ રહેશે. 7+18, ધોનીની જર્સી નંબર-7 અને કોહલીની જર્સી નંબર-18 છે. માટે કોહલીએ આ નંબર મેન્શન કર્યો છે. એક યૂઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ- મે વિચાર્યુ હતુ કે આ રિટાયરમેન્ટ પોસ્ટ છે.
ધોનીએ જ વિરાટ કોહલીની કરિયરને આકાર આપ્યો
મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ ધોનીની કેપ્ટન્સીમાં 2008માં ડેબ્યૂ કર્યુ હતુ. સાથે જ બન્નેએ કેટલીક શાનદાર પાર્ટનરશિપ કરી મોટી મેચ જીતાડી છે. ધોનીને જ કોહલીનું કરિયર બનાવવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધોનીની કેપ્ટન્સીમાં વિરાટ કોહલીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે બાદ કેપ્ટન્સી પણ સોપી હતી. કોહલી પ્રથમ વખત 2014માં ટેસ્ટ કેપ્ટન બન્યો હતો.

બ્રેક પછી પાકિસ્તાન સામે રમશે કોહલી
કોહલી પોતાના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. તે મોટો સ્કોર બનાવી શકતો નથી. કોહલીએ અઢી વર્ષથી સદી અને છ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફિફ્ટી ફટકારી નથી. કોહલીએ તાજેતરમાં એક મહિનાનો બ્રેક લીધો હતો. વિરાટ કોહલી હવે 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે એશિયા કપમાં મેચ રમશે.