હિંમતનગરના ટાવર ચોકમાં કોંગી કાર્યકરોએ બેનરો-સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું ; બી ડિવિઝન પોલીસે અટકાયત કરી

સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગરના ટાવર ચોકમાં કોંગી કાર્યકરોએ બેનરો-સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું ; બી ડિવિઝન પોલીસે અટકાયત કરી

સાબરકાંઠા જિલ્લાના  હિમતનગરના ટાવર ચોકમાં આજે ગુરૂવારે જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોંઘવારીના વિરોધમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું. જેને લઈને બી ડીવીઝન પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને ડીટેન કર્યા હતા.કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતાં ટાવર ચોકમાં પહોંચ્યા વધતી જતી મોંઘવારીમાં ગૃહિણીઓ અને પરિવારના મુખીયાઓ પરેશાન થયા છે તો દિન પ્રતિદિન ભાવ વધારો થઇ રહ્યો છે. જેને લઈને મોંઘવારીમાં ઘરનું બજેટ ખોરવાય છે. ગેસના ભાવ, તેલ, ખાદ્યચીજો સહિતની જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે તેમાં વધતી મોંઘવારીને અંકુશમાં લેવાની માંગ સાથે હિમતનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રથમ બેઠક યોજાઈ હતી.કાર્યકર્તાઓને બી ડિવિઝન પોલીસે ડીટેન કર્યા ત્યારબાદ કાર્યાલયથી રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતાં ટાવર ચોકમાં પહોંચ્યા હતા. જ્યાં બેનરો સાથે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો વિરોધ પ્રદર્શન કરતાં બી ડીવીઝન પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જ્યોતિબેન દવે, રામભાઈ સોલંકી સહિત ચૂંટાયેલા તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સહીતના કાર્યકર્તાઓને બી ડિવિઝન પોલીસે ડીટેન કર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *