અજિંક્ય રહાણે કેપ્ટન તરીકે આ ટૂર્નામેન્ટ દ્વારા કરશે વાપસી; પૃથ્વી શૉ-અય્યર પણ રમશે

ફિટનેસ મેળવનારા અજિંક્ય રહાણે 8થી 25 સપ્ટેમ્બર સુધી તમિલનાડુમાં આયોજિત થનારી દુલિપ ટ્રોફીમાં વેસ્ટર્ન ઝોન ટીમનું નેતૃત્વ કરશે. ગત રવિવારે ન્યૂઝ એજન્સીએ કહ્યુ હતુ કે ગ્રોઇન ઇજામાંથી સ્વસ્થ થઇ રહેલા અજિંક્ય રહાણે દુલીપ ટ્રોફીથી વાપસી કરશે. રણજી ટ્રોફી ફાઇનલમાં પહોચેલી મુંબઇની ટીમના સભ્યોને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર રમનારા ખેલાડી પૃથ્વી શૉ અને શાર્દુલ ઠાકુર તથા યશસ્વી જયસ્વાલ, શમ્સ મુલાની, હાર્દિક તમારે અને તનુષ કોટિયાન સામેલ છે.

સૌરાષ્ટ્રમાં અનુભવી જયદેવ ઉનડકટ સિવાય તાજેતરમાં નેશનલ ટીમમાં જગ્યા બનાવનારા રાહુલ ત્રિપાઠીને પણ પશ્ચિમ ક્ષેત્રની ટીમમાં જગ્યા મળી છે. સેન્ટ્રલ ઝોને પણ પોતાની ટીમની જાહેરાત કરી છે અને મધ્ય પ્રદેશની રણજી ટ્રોફી ચેમ્પિયનના મોટા ભાગના સ્ટાર ખેલાડી ટીમમાં સામેલ છે જેમાં યશ દૂબે, શુભમન શર્મા, કુમાર કાર્તિકેય સાથે ઓલ રાઉન્ડર વેંકટેશ અય્યરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 મહિના પછી વાપસી કરશે અજિંક્ય રહાણે

હેમસ્ટ્રિંગની ઇજા બાદ અજિંક્ય રહામે પોતાની પ્રથમ મેચ દુલિપ ટ્રોફીમાં રમશે. અંતિમ વખત તેને કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આઇપીએલમાં મેચ રમી હતી. અનુભવી બેટ્સમેનને ભારતીય ટેસ્ટ ટીમ માટે પોતાની દાવેદારી નોંધાવવા માટે કેટલાક રન બનાવવા પડશે.

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રવાસમાં ટેસ્ટ સીરિઝમાં ફ્લોપ રહ્યા બાદ રહાણેને નેશનલ ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. અજિંક્ય રહાણે એક દાયકા સુધી રેડ બોલ રમતમાં  ટીમ ઇન્ડિયાનો મુખ્ય બેટ્સમેન રહ્યો છે, તેને ટીમ ઇન્ડિયા માટે 82 ટેસ્ટ મેચમાં 4931 રન બનાવ્યા છે.

વેસ્ટર્ન ઝોન

અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શૉ (મુંબઇ), યશસ્વી જયસ્વાલ (મુંબઇ), શ્રેયસ અય્યર (મુંબઇ), હાર્દિક તામોર (વિકેટ કીપર), શમ્સ મુલાની (મુંબઇ), તનુશ કોટિયન (મુંબઇ), શાર્દુલ ઠાકુર (મુંબઇ), રાહુલ ત્રિપાઠી (મહારાષ્ટ્ર), સત્યજીત બચ્ચાવ (મહારાષ્ટ્ર), હેત પટેલ (ગુજરાત), ચિંતન ગજા (ગુજરાત), જયદેવ ઉનડકટ (સૌરાષ્ટ્ર), ચિરાગ જાની (સૌરાષ્ટ્ર), અતિત સેઠ (વડોદરા)

સેન્ટ્રલ ઝોન

કરણ શર્મા (કેપ્ટન), શુભમ શર્મા (વાઇસ કેપ્ટન), હિમાંશુ મંત્રી (વિકેટ કીપર), યશ દૂબે, પ્રિયમ ગર્ગ, રિંકૂ સિંહ, અશોક મનેરિયા, અક્ષય વાડકર (વિકેટ કીપર), ગૌરવ યાદવ, વેંકટેશ અય્યર, દીપક ધોપોલા, અનિકેત ચૌધરી, કુમાર કાર્તિકેય, આદિત્ય સર્વતે અને અંકિત રાજપૂત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *