ગુજરાતમાં બે મંત્રીઓના ખાતા લઈ લીધા બાદ શું કંઈક ફરી નવા-જૂની BJPમાં થઈ રહી છે? એક પછી એક નેતાઓ ગુજરાતમાં

ગુજરાતમાં બે મંત્રીઓના ખાતામાં ફેર બદલ બાદ ફરી નવા જૂની થાય તેવી શક્યતાઓ છે. કેમ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ઘડી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હાઈ કમાન્ડનું ફોકસ ગુજરાત પર વધી રહ્યું છે. કેમ કે, ભાજપના બીએલ સંતોષની બે દિવસની મહત્વની મુલાકાત અને બેઠક બાદ ફરીથી આજે કેન્દ્રીય મંત્રી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક પછી એક મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ યોજાતા ભાજપમાં પણ કંઈક નવા જૂની થાય તો નવાઈન નહીં. 

બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત સતત સક્રીય જોવા મળી રહી છે. ત્યારે ભાજપ દ્વારા પણ એક પછી એક રણનિતી ઘડવામાં આવી રહી છે પરંતુ બીજેપી હાઈકમાન્ડથી ક્યારે કોઈ નિર્ણય લેવામાં આવે એ ખુદ રાજ્યના મોટા નેતાઓને પણ ખબર હોતી નથી.

એક બાજુ કોરોનામાં કામગિરીથી નિષ્ફળ ગયેલી રુપાણી સરકારને સંપૂર્ણપણે બદલી દેવામાં આવી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારના બે મંત્રીઓના મોટા ખાતાઓમાં ફેરબદલ કરાયો છે. તેવામાં કેજરીવાલે પણ ટ્વિટ કરીને મોટો દાવો કર્યો છે કે, 

ભારતીય જનતા પાર્ટી બીજેપી ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલને પદ પકરથી હટાવી શકે છે. જો કે, આ વાતે નવી કૂતુહલતા જગાવી છે જો કે, કેજરીવાલ ધ્યાન આકર્ષિત કરવા માટે પણ આ પ્રકારે ટ્વિટ કરી શકે છે. કેમ કે, અગાઉ તેમણે અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે આ મામલે પણ ટ્વિટ કર્યું હતું. જો કે, આ બધી વાતો વચ્ચે બીજેપીમાં ગમે ત્યારે ચૂંટણી પહેલા નવા જૂની થાય તો નવાઈ નહીં.   

ખાસ કરીને ભાજપ હાઈકમાન્ડ દ્વારા એક બાજુ ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં મોટી બહુમતીથી જીત મેળવવા માટે કમર કસવામાં આવી રહી છે કેમ કે, બીજેપી 150થી વધુ સીટો મેળવી લોકસભાનો પાયો ગુજરાતથી વિશાળ બહુમતી સાથે જીત મેળવીને નાખવા માંગે છે. તેવામાં આમ આદમી પાર્ટી આ વખતે કાંટે કી ટક્કર સાબિત થઈ પણ શકે છે. આ ઉપરાંત નવા જૂનીના સંકેતો બીજેપીમાં ચૂંટણી પહેલા જોવા મળે તો નવાઈ નહીં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *