પંજાબ નેશનલ બેન્કમાં મેનેજર અને ઓફિસરના પદ પર ભરતી, જલ્દી કરો અરજી

પંજાબ નેશનલ બેન્કમાં નોકરી મેળવવાની સારી તક સામે આવી છે. પંજાબ નેશનલ બેન્કમાં મેનેજર સિક્યુરિટી અને ઓફિસર- ફાયર સેફ્ટીના પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 103 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જેમાં 23 પદ ઓફિસર- ફાયર સેફ્ટી અને 80 મેનેજર સિક્યુરિટી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. હવે એવામાં જે પણ ઉમેદવાર આ પદો પર અરજી કરવા ઇચ્છુક અને યોગ્ય છે તેમણે પંજાબ નેશનલ બેન્કની ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અથવા અહી આપેલી લીંક pnbindia.in પર જઇને અરજી કરવાની રહેશે.

પંજાબ નેશનલ બેન્ક તરફથી જાહેર સૂચના અનુસાર, મેનેજર સિક્યુરિટીના કુલ પદમાં 33 યૂઆર, 8 EWS, ઓબીસીના 21, એસસી 12 પદો પર નિયુક્તી કરવામાં આવશે. બીજી તરફ આ પદ માટે 6 પદ એસટી કેટેગરી માટે ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ ઓફિસર-ફાયર સેફ્ટીના 11,EWSના 2, ઓબીસીના 06 પદો પર નિયુક્તી કરવામાં આવશે. આ સિવાય એસસીના 03 અને એસટીના 01 પદ પર નિયુક્તી કરવામાં આવશે. બીજી તરફ આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21થી 35 વર્ષ વચ્ચે હોવી જોઇએ.

પંજાબ નેશનલ બેન્ક ઓફિસરના પદ પર અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ એટલે કે www.pnbindia.in પર જવુ પડશે. તે બાદ પછી લિંક પર ક્લિક કરો અને નિર્ધારિત અરજી પત્ર ડાઉનલોડ કરો. હવે અરજી ફોર્મ ભરો અને સ્પીડ/ રજિસ્ટર પોસ્ટ ઓફિસ દ્વારા લેવડ દેવડની સંખ્યા/યૂટીઆરની સંખ્યા, બેન્કનું નામ અને લેવડ દેવડની તારીખ ઓનલાઇન ફી ચુકવણીનું પ્રમાણ હોવાની સાથે મોકલવામાં આવેલા કવરમાં અન્ય સહાયક દસ્તાવેજની કોપી ઉપરના પદ માટે અરજી લખો. તે બાદ ઉમેદવાર મુખ્ય મેનેજર (ભર્તી અનુભાગ), એચઆરડી ડિવીઝન, પંજાબ નેશનલ બેન્ક, કોર્પોરેટ ઓફિસ, પ્લોટ નંબર 4, સેક્ટર-10 દ્વારકા, નવી દિલ્હી-110075 પર મોકલવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *