
આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે.

આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) સૌથી મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે. દેશમાં દરેક જગ્યાએ આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ જરૂરી છે. સરકારી યોજનાથી લઈને બેંક ખાતું ખોલાવવા (Bank Account Opening) સુધી, ઈનકમ ટેક્સ ભરવા (Income Tax Filing) થી લઈને મુસાફરી દરમિયાન તમામ જગ્યાઓ પર આધાર જરૂરી છે. આટલું જ નહીં નાના બાળકોના સ્કૂલમાં એડમિશનમાં પણ આઈડી પ્રૂફ તરીકે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વધતી જતી ઉપયોગિતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો નોકરી બદલવાની સાથે તેમનું શહેર પણ બદલી નાખે છે. આવી સ્થિતિમાં સાચા એડ્રેસ પ્રૂફ માટે આધારમાં એડ્રેસ અપડેટ કરવું જરૂરી છે. જ્યારે ઘણી વખત આધાર બનાવતી વખતે ખોટી માહિતી દાખલ થઈ જાય છે. આવી સ્થિતિમાં આધાર અપડેટ કરવું જરૂરી બની જાય છે.

UIDAI તેના તમામ આધાર કાર્ડ ધારકોને આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. તમે આધારમાં તમામ પ્રકારની માહિતી જેમ કે નામ, મોબાઈલ નંબર, લિંગ, બાયોમેટ્રિક વિગતો વગેરે અપડેટ કરી શકો છો. તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને અપડેટ કરી શકો છો. જો તમે કોઈપણ આધાર કેન્દ્ર પર આધારની વિગતો અપડેટ કરવાના છો, તો જાણો દરેક માહિતી અપડેટ કરવા માટે તમારી પાસેથી કેટલી ફી માંગવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ નિયત ફી કરતાં વધુ રૂપિયા માંગે છે, તો આવી સ્થિતિમાં તમે uidai.gov.in પર મેઇલ કરીને અથવા 1947 નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. ચાલો અમે તમને આધાર ડિટેલ્સ અપડેટ કરવા માટે લેવામાં આવતી ફી વિશે માહિતી આપીએ.
આધાર અપડેટ કરવા માટે આપવી પડે છે આટલી ફી
- આધાર નામાંકન (Aadhaar Enrolment) માટે તમારે કોઈ પણ પ્રકારની ફી આપવી નથી પડતી
- તમને બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ફી ચુકવવી પડે છે
- બાળકોને બાયોમેટ્રિક અપડેટ માટે કોઈ પણ પ્રકારની ફી ચુકવવી પડતી નથી
- તમારી ડેમોગ્રાફિક ડિટેલ્સ (Demographic Details) જેમ કે નામ, લિંગ, ડેટ ઓફ બર્થ અને ઘરનું સરનામું બદલવા માટે તમારે 50 રૂપિયા ફી ચુકવવી પડે છે
- તમે ઈચ્છે તો UIDAI દ્વારા બારકોડ સ્કેન કરી તમે આધાર અપડેટ ફીની જાણકારી લઈ શકો છો

આધાર કેન્દ્ર માટે આ પ્રકારે લઈ શકો છો અપોઈન્ટમેન્ટ
ઉલ્લેખનીય છે કે UIDAI હવે પાસપોર્ટ સેવા કેન્દ્ર (Passport Seva Kendra) ની તર્જ પર આધાર સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટની સુવિધા પૂરી પાડી રહ્યું છે. જો તમે પણ આધાર કેન્દ્રની એપોઈન્ટમેન્ટ લેવા ઈચ્છો છો, તો તમે UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને આધાર કેન્દ્રની એપોઈન્ટમેન્ટ લઈ શકો છો.