
સંવેદના સાથે જીવદયા માં અવિરત લીન માંડવી ના યુવાનો
સંવેદના સાથે જીવદયા માં અવિરત લીન માંડવી ના યુવાનો
લમ્પી રોગથી ગૌવંશની થી રક્ષણ આપવા માંડવી જીવદયા ના બેલી એવા માંડવી જી.ટી હાઈસ્કૂલ 1995 બેચ ના વિદ્યાર્થીઓ ના ગ્રુપ દ્વારા માંડવી શહેર માં અઠવાડિયા ના બે દિવસ ગૌવંશ ની સાર સંભાળ લેવાઈ રહી છે.
મોટા સલાયા ,સલાયા ખારવા પચાડો વાગેર ફરિયો ,માંડવી ઓક્ટ્રો વિસ્તાર માં જઈ અને ગૌવંશ ની સાર સંભાળ લેવાઈ હતી.
આ ગ્રુપ ના વૈભવ મહેતા ખાસ રાજકોટ થી માંડવી આવી અને આ જીવદયા ના કાર્ય માં સહયોગી બન્યા હતા અને મિત્રો દ્વારા કરવા માં આવતી જીવદયા ની આ સેવા ને બિરદાવી હતી.
ગૌ સેવાનો ખર્ચ માંડવી જીવદયા પ્રેમી સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર માંડવી એ આપ્યો હતો ગ્રુપ ના તમામ સભ્યો એ દાતાઓ નો આભર વ્યક્ત કર્યો હતો
દર્શન ભાઈ ઓઝા દ્વારા જે પશુઓ ને ચામડી માંથી લોહી નીકળતું હોય તેને ખાસ ડોકટરી સલાહ પ્રમાણે સ્પ્રે કરવા નો આગ્રહ કર્યો હતો જેનાથી અબોલા પશુ ને રાહત મળે.
સતત પ્રથમ દિવસ થી આ સેવા કાર્ય માં સક્રિય એવા તેજશ શાહ દ્વારા વધુ ને વધુ મિત્રો આ ગ્રુપ માં ગૌ સેવા ના સમય હાજર રહે અને પોતાનું યોગદાન આપે તેવો આગ્રહ કરાયો હતો.
નરેશ ભાનુશાલી,મનોજ મામતોરા ચંદ્રેશ માલમ દ્વારા શિસ્તબ્ધ રીતે પશુઓ ને ભુસો ,દવા આપવાનું કાર્ય કરાયું હતું.ભુસો ,ગોળ,વરિયાળી વગેરે નો મિશ્રણ નિલેશ ચાપાનેરીયા,સંજય મારાજ દ્વારા તૈયાર કરાયું હતું
જયેશ સોની,અજય ખત્રી,રવિ ભાઈ, શૈલેષ શાહ સહિત મિત્રો સહયોગી રહ્યા હતા.