શું એશિયા કપ 2022માં ત્રણ વખત ભારતને હરાવશે પાકિસ્તાન? પત્રકારના સવાલ પર બાબર આઝમે આપ્યો આ જવાબ

એશિયા કપ 2022માં ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનનો પ્રારંભ 28 ઓગસ્ટે કટ્ટર પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમીને કરશે. ગત વર્ષે ટી-20 વર્લ્ડકપમાં ભારતને પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. જે બાદ એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળવાની આશા છે. જો બન્ને ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોચે છે તો ત્રણ વખત ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થવાની આશા છે. એવામાં પાકિસ્તાનના એક પત્રકારે જ્યારે કેપ્ટન બાબર આઝમને પૂછ્યુ કે શું પાકિસ્તાન ભારતને એશિયા કપમાં 3-0થી હરાવશે તો બાબર આઝમે કહ્યુ કે પ્રયાસ કરવુ અમારા હાથમાં છે પરિણામ નથી.

નેધરલેન્ડ માટે રવાના થયા પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પત્રકાર પરિષદમાં કહ્યુ, પ્રયાસ આ રહેશે કે મેચને મેચની જેમ જ લેવામાં આવે. હાં, એક અલગ રીતનું પ્રેશર હોય છે પરંતુ જેવુ અમે વર્લ્ડકપમાં પ્રયાસ કર્યો હતો તે વસ્તુ ના થાય. પોતાની રમત પર ફોકસ કરવામાં આવે અને ટીમ પર વિશ્વાસ રાખો. પ્રયાસ કરવુ અમારા હાથમાં છે પરંતુ પરિણામ અમારા હાથમાં નથી.

એશિયા કપ 2022 પહેલા પાકિસ્તાનની ટીમ નેધરલેન્ડના પ્રવાસે જઇ રહી છે. આ પ્રવાસમાં ટીમ ત્રણ વન ડે મેચની સીરિઝ રમશે.

મહત્વપૂર્ણ છે કે ચાર વર્ષ પહેલા 2018 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વખત ટક્કર થઈ હતી. બન્ને વખત ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. ત્રીજી વખત ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થઇ શકતી હતી પરંતુ પાકિસ્તાન ફાઇનલમાં પહોચી શક્યુ નહતુ. ભારતે ફાઇનલ બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી હતી અને તેને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસીફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારીસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ખુશદીલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, જૂનિયર નસીમ શાહ, શાહિન શાહ આફ્રિદી, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *