
ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પોતાના ટેલેન્ટની ચમક કોમનવેલ્થ ગેમ્સમાં બતાવી છે. લક્ષ્ય સેને મેંસ સિંગલ્સની ફાઈનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આપને જણાવી દઈએ કે, યોંગે કિદાંબી શ્રીકાંતને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી અને લક્ષ્ય સેને હવે પોતાના ભારતીય સાથીનો બદલો લીધો છે. આપને જણાવી દઈએ કે, લક્ષ્ય સેને પહેલી વાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો છે અને પ્રથમ વારમાં જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
લક્ષ્ય સેને ડેબ્યૂ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને 20મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 20 વર્ષિય યુવા બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમ્સ 2022ની મેન સિંગલ્સ ફાઈનલમાં મલેશિયા ના જે યંગને 19-21, 21-9 અને 21-16થી હરાવ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 20મો ગોલ્ડ મેડલ છે.

સેને પ્રથમ ગેમ ગુમાવી, બાદમાં જબરદસ્ત રમત રમ્યો
ફાઈનલમાં લક્ષ્ય સેનની શરૂઆત ખરાબ રહી હતી. તે પહેલા જ બોલમાં 19-21ની નજીકના અંતરથી ખોઈ બેઠો હતો. બીજી ગેમમાં તે 6-8થી પાછળ ચાલી રહ્યો હતો. પણ ત્યાર બાદ લક્ષ્યે કમાલની રમત રમી અને બીજી ગેમ 21-19થી જીતી લીધી. ત્રીજી ગેમમાં ફરી સેન મલેશિયાઈ ખેલાડી પર પ્રેશર બનાવ્યું અને અંતમાં જીત સેનને મળી. સેન ત્રીજી ગેમમાં 21-16થી જીત્યો હતો.

લક્ષ્ય ભારતનું ભવિષ્ય
ફક્ત 20 વર્ષના આ ખેલાડીએ નાની એવી ઉંમરમાં પોતાની ધાક જમાવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ ખેલાડીએ મિક્સ્ડ ટીમ ઈવેંટમાં સિલ્વર મેડલ જીત્યો અને હવે સિંગલ્સમાં તે ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે. લક્ષ્ય સેને આ વર્ષે થોમસ કપમાં પણ ટીમ ઈંડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં તે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત એશિયાઈ જૂનિયર ચેમ્પિયનમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીતી ચુક્યો હતો. યૂથ ઓલંપિકમાં લક્ષ્યએ ગોલ્ડ પ્રાપ્ત કરેલો છે.