
રૂ.200નું સીંગતેલ હવે મળશે માત્ર 100 રૂપિયામાં, તહેવારોમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારોને મોટી રાહત
ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તહેવારોને લઈને અન્ન નાગરિક પુરવઠા વિભાગે મહત્વની જાહેરાત કરી છે. આજ રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે 200 રૂપિયાની આસપાસ મળતું સીંગતેલ હવે 100 રૂપિયે આપવાનો નિર્ણય કર્યો છે.

તમને વિશેષમાં જણાવી દઇએ કે, સરકાર સીંગતેલ 197 રૂપિયે ખરીદે છે. જેમાં 180 રૂપિયા સીંગતેલની ખરીદ કિંમત છે. જ્યારે 17 રૂપિયા આસપાસ અન્ય ખર્ચા મળીને કુલ 197 રૂપિયે પ્રતિ લિટર સીંગતેલની ખરીદી સરકાર કરે છે. ત્યારે સરકાર આગામી તહેવારોને ધ્યાને રાખી ગરીબ પરિવારોને 200 રૂપિયે મળતું એક લિટર સીંગતેલ 100 રૂપિયામાં જ અપાશે તેવો નિર્ણય લેવાયો.
