અમદાવાદીઓ માટે ચિંતાજનક, સ્વાઇન ફ્લૂ, ચીકનગુનિયા, કમળાના કેસોએ મચાવ્યો હાહાકાર

અમદાવાદીઓ માટે ચિંતાજનક, સ્વાઇન ફ્લૂ, ચીકનગુનિયા, કમળાના કેસોએ મચાવ્યો હાહાકાર

એક મહિનામાં AMCના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાયા, વટવા, લાંભા, સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસો

વરસાદી ઋતુમાં અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે. એક મહિનાની અંદર AMCના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું  મોત થયું છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે.જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 98 અને ઝેરી મેલેરિયાના 2 કેસ , ડેન્ગ્યુના ચાલુ માસમાં 43 અને ચિકનગુનિયાના 12 કેસ , ઝાડા ઉલ્ટીના જુલાઈ માસમાં 916 કેસ નોંધાયા , કમળાના જુલાઈ માસમાં 245 કેસ નોંધાયા તો ટાઈફોઈડના 258 કેસ જુલાઈ માસમાં નોંધાયા છે.કોરોનાના કેસ વધતા AMC એ દૈનિક સેમ્પલ કલેક્શનમાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 2500 જેટલા સેમ્પલ લેવાની કરાઈ રહી છે કામગીરી 2500 પૈકી 9 ટકા કેસ પોઝિટિવ આવતા હોવાની સ્થિતિ છે તો વટવા લાંભા સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસ જોવા મળ્યાં છે. 

અમદાવાદ શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે . શહેરની સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસના દર્દીઓમાં વધારો થયો છે.બદલાતા જતા વાતાવરણ વચ્ચે કોરોનાના કેસો તો વધી રહ્યા છે તો બીજી તરફ સરકારી હોસ્પીટલમાં ઋતુગત બીમારીએ માથું ઊંચક્યું છે.જેના સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલની કેસ બારી દર્દીઓ થી ઉભરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *