
પશુઓના પરિવહન ઉપર આજથી પ્રતિબંધ ફરમાવાયો
લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતા સરકારશ્રીના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગરના તા.૨૬/૦૭/૨૦૨૨ના જાહેરનામાથી ” લમ્પી સ્કીન ડીસીઝ” અન્વયે કેટલાંક નિયંત્રણો મુકેલ છે. જેના “Controlled area” માં કચ્છ જીલ્લાનો સમાવેશ થયેલ છે. જેથી જીલ્લામાં વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે કેટલાંક પ્રતિબંધો ફરમાવ્યા છે.
કચ્છ જીલ્લામાં ૫શુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ હોઇ, આ રોગ વાયરસથી એક ૫શુથી બીજા ૫શુમાં ઝડ૫થી ફેલાતો હોઇ અને ૫શુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ ૫શુઓના શરીર ૫ર ચોટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી ૫ણ ચે૫ ફેલાતો હોઇ ૫શુઓના ૫રિવહન ઉ૫ર પ્રતિબંધ મુકવા જણાવેલ છે.
પ્રવિણા ડી.કે. જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) (ટ) અને (ઢ) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જીલ્લામાં આ દર્શાવેલ નિર્દેશનું પાલન કરવા ફરમાન કર્યુ છે.
સમગ્ર કચ્છમાં અન્ય રાજયો/જીલ્લા/તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં ૫શુઓની હેરફેર કરવા પ્રતિબંધ મુકવામાં આવે છે. ૫શુઓના વેપાર, ૫શુ મેળા, ૫શુ પ્રદર્શન, ૫શુઓ સાથેની રમતો અને ૫શુઓને એકઠા કરવાના થતાં હોય તેવા આયોજનો ઉ૫ર પ્રતિબંધ મુકવામાં આવે છે. કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મરેલા જાનવરોના મૃતદેહને અથવા તેના કોઇ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇ જવા ઉ૫ર પ્રતિબંધ મુકવામાં આવે છે. આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળા અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોએ એકમેકથી છુટા રાખવા તથા તે મુજબ તેમની વ્યવસ્થા કરવી.
આ હુકમ આજથી તા.૨૯/૦૭/૨૦૨૨ થી તા. ૧૦/૦૮/૨૦૨૨ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ–૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે એમ કલેકટરશ્રીએ જાહેરનામા દ્વારા ફરમાવેલ છે.
