૨૮ જુલાઇ વિશ્વ હેપેટાઈટીસ ડે

૨૮ જુલાઇ વિશ્વ હેપેટાઈટીસ ડે

વિશ્વ સમસ્તમાં ૨૮ મી જુલાઈના રોજ હેપેટાઈટીસ ડે મનાવવામાં આવે છે. આ લીવર સાથે જાેડાયેલી બીમારી છે, જેમાં લીવર અંદર સોજાે આવે છે. જાે તેનો ઈલાજ ન થાય તો ગંભીર બીમારી થઇ શકે છે. તેના એ, બી, સી, ડી અને ઈ એમ પાંચ પ્રકાર છે. જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસન વિભાગે આ બીમારી તેના લક્ષણ અને ઉપાય સૂચવ્યા છે.

જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસન વિભાગના હેડ ડો.યેશા ચૌહાણે આ દિવસ અંગે માહિતી આપતા કહ્યું કે, આ બીમારીના પાંચ પ્રકાર પૈકી બી પ્રકાર વધુ જાેવા મળે છે. સંકેત અંગે તેમણે જણાવ્યંુ કે, પેટના ઉપરના ભાગમાં દુઃખાવો થાય છે. ભૂખ ઓછી થાય છે, તાવ આવે, પેશાબનો રંગ પીળો પડી શકે તેમજ ત્વચા અને આંખ પીળી થઈ જાય છે. હેપેટાઇટીસનાબચાવ અને ઉપાય અંગે તેમણે કહ્યું કે, દુષિત પાણી પીવાથી બચવું જાેઈએ, સાફ સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવું જાેઈએ. શરાબ, તંબાકુ અને ધૂમ્રપાનથી દૂર રહેવું, ટેટૂ કરાવતી વખતે સ્ટર્લાઇજ નીડલ લેવી. હેપેટાઈટીસ બે પ્રકારના હોય છે એક એકયુટ અને બીજાે ક્રોનીક. ક્રોનીકમાં બી અને સી તેમજ એકયુટમાં એ અને ઇ હોય છે. બ્લડ ટેસ્ટથી આ રોગનો નિદાન થઈ શકે છે. ટેસ્ટ પોજીટીવ આવે તો તબીબની સલાહ મુજબ ઈલાજ શરૂ કરી દેવું જાેઈએ. જી. કે. જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજ મારફતે છેલ્લા જાન્યુઆરી થી જૂનમાં ૧૧૦૦૦ ઉપરાંત આ રોગના ટેસ્ટ કરવામાં આવ્યા છે એમ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રાધ્યાપક ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *