માલપુર મામલતદારનો તઘલખી નિર્ણય

માલપુર મામલતદારનો તઘલખી નિર્ણય

માલપુર મામલતદારે તઘલખી નિર્ણય લઈ ટ્વિટર ફોલોઅર્સ વધારવા માટે રેવન્યુ તલાટીને જોહુકમી ભર્યા આદેશ આપી કામગીરી સોંપતા સવાલો ઊભા થયા છે. રેવન્યુ તલાટીઓને દરરોજ 10 ફોલોઅર્સ વધારવા અંગે હુકમ કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. 10 ફોલોઅર્સ વધારવા સાથે જો કોઈ અનફોલો થાય તો બીજા ફોલોઅર્સ વધારવા પણ સૂચન કરવામાં આવ્યું છે.  મામલતદારના નિર્ણય સામે અનેક સવાલો ઉઠયા હતા આ દરમીયાન પત્ર વાયરલ થતા મહેસુલ વિભાગે રિપોર્ટ માંગ્યો છે.

માલપુર મામલતદાર દ્વારા કરાયેલા આદેશ મુજબ કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટીએ બી.એલ.ચૌધરીને મામલતદાર માલપુરના ટ્વીટર એકાઉન્ટ પર દરરોજ ૧૦ નવા ફૉલોઅર્સ વધારવા આદેશ કરવામાં આવે છે.  જે તારીખે જેટલા ફોલોઅર્સ અનફોલો કરે તેના બીજા દિવસે અનફોલો કરનારની સંખ્યા ઉમેરાતા જે આંકડો થાય તેટલા ફોલોવર્સ વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. આ કામગીરી અંગે મામલતદારને રોજે રાજ જાણ કરવાની રહેશે. જે આદેશનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *