“ધ રિયલ મોદી” નરેન્દ્ર મોદી ના જીવન નું અધ્યન સમુ પુસ્તક

“ધ રિયલ મોદી” નરેન્દ્ર મોદી ના જીવન નું અધ્યન સમુ પુસ્તક

શબ્દ સંકલન :-નિકિતા સક્સેના

“ધ રિયલ મોદી” પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જીવન ના તમામ પ્રસંગો ખુબજ ઝીણવટ અને ગહન અભ્યાસ કરી વર્ણવેલા છે. નરેન્દ્ર ભાઈ સાથે જોડાયેલી તમામ ઘટનાઓ આ પુસ્તક માં વર્ણવાઈ છે.નરેન્દ્રભાઈ મોદી ના જીવન અને તેઓ ના જીવન થી પ્રભાવિત થઈ પૂર્ણ સંશોધન કરી વરિષ્ઠ પત્રકાર અરવિંદ ચતુર્થી દ્વારા પુસ્તક લખાયું છે.

“ધ રિયલ મોદી” પુસ્તક પ્રકાશન થયાના માત્ર ચોવીસ દિવસમાં બેસ્ટ સેલર જાહેર કરવામાં આવ્યું. આ સાથે દેશના વડાપ્રધાને આ પુસ્તક વાંચ્યું અને તેમના અમૂલ્ય વિચારો પણ રજૂ કર્યા છે.

લેખક અનિલ ચતુર્વેદી નો ઝીણવટ ભર્યો અભ્યાસ જેમાં મોદી પરિવાર ના વંશ વૃક્ષ સાથે નરેન્દ્રભાઈ ના પરિવાર ના સભ્યો ની પૂર્ણ વિગત, પ્રાથમિક અભ્યાસ અને નરેન્દ્રભાઈ ના મિત્રો, વડનગર નો રેલવે સ્ટેશન , ગુજરાત ના મુખ્યમંત્રી પદે ની જવાબદારીઓ સાથે દેશના વડાપ્રધાન સુધી ની સફર ની એવી કેટલીએ ઘટનાઓ છે. જેનાથી આપણે અજાણ હતા આ પુસ્તક માં આવી ઘટનાઓ પ્રકાશિત કરાઈ છે માત્ર લેખનજ નહિ પણ પૂરતા સચોટ પુરાવાઓ અને ખુબજ સુંદર અને જે તે સમય ના ફોટોગ્રાફ નું ક્લેશન આ પુસ્તક માં છપાયું છે.

208 પાના પર 26 પ્રકરણો માં જાણે લેખકે લગભગ નરેન્દ્રભાઈ મોદી નું જીવન નો દરેક પહેલું આ પુસ્તક માં આવરી લીધું છે. નરેન્દ્રભાઈ મોદી અને રાજકરણ તેઓ ના જીવન ના મહત્વ ના પરિબળો અને જમા ઉધાર ની આ ખાતાવહી સમી બુક મને દિલ્હી માં વરિષ્ટ પત્રકાર લેખક અરવિંદ ચતુર્વેદીએ મને આપી વાંચન કર્યા બાદ આ બુક નું મહત્વ સમાજયું નરેન્દ્રભાઈ મોદી ના જીવન ના અનેકો પહેલું થી હું વાકેફ થઈ છું.

યોગી આદિત્ય નાથ સાથે અનિલ ચતુર્વેદી

દેશ ના જન સેવક એવા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાશ મોદી ના જીવન પર લેખાયેલી પુસ્તકો માં ની શ્રેષ્ઠ પુસ્તકોમાં “ધ રિયલ મોદી” નું નામ આપણે મૂકી શકીએ. નરેન્દ્રભાઈ મોદી ના જીવન અને તેઓ ના જીવન થી પ્રભાવિત થઈ પૂર્ણ સંશોધન કરી વરિષ્ઠ પત્રકાર અરવિંદ ચતુર્થી દ્વારા પુસ્તક લખાયું છે. અંગ્રેજી અને હિન્દી ભાષા માં લખેલ પુસ્તક નું ગુજરતી અનુવાદ મીના છેડા એ કર્યું છે.

વિજયભાઈ રૂપાણી સાથે અનિલ ચતુર્વેદી

અનિલ ચતુર્વેદી વરિષ્ઠ પત્રકાર છે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયથી માસ્ટર ઓફ સોશિયોલોજી કર્યા પછી એમણે પૂર્વાચલ વિશ્વવિદ્યાલયથી બેચલર ઓફ જનરલિઝમની ડિગ્રી મેળવી નાના મોટા નેશનલ અનેકો ચેનલમાં કામ કરી ચૂકયા છે. તેઓ ની કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ ના પરિણામ સ્વરૂપ આ પુસ્તકનું સર્જન થયું છે નરેન્દ્રભાઈ મોદી પર આ પહેલું પુસ્તક છે જેમાં નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલા અને આસપાસ રહેતા લોકો સાથે કરવામાં આવેલી વાતો અને એમના જણાવેલા તત્વો પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *