રાજકોટ લોકગાયક શેખરદાન ગઢવીની ધરપકડ

રાજકોટ લોકગાયક શેખરદાન ગઢવીની ધરપકડ

લોકગાયક શેખરદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી
ઇન્સ્ટાગ્રામ પર જોખમી સ્ટંટ કરતા વાઇરલ વિડીયો અંગે માલવિયાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસે જીપ ગાડીના બોનેટ પર બેઠેલા શખ્સ સિદ્ધાર્થ ઉર્ફે શેખરદાન ગઢવી (ઉ.વ.30)ની ધરપકડ કરી છે જયારે વીડિયોમાં જીપ ચલાવનાર શખ્સ રવિ ઉર્ફેરુદ્રાક્ષ ચાંચીયા હોવાનું સામે આવ્યું છે જો કે રવિનું 13 જુલાઇના રોજ અવસાન થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સોસીયલ મીડિયામાં મુકેલા રીલ્સ ના શબ્દો પર નજર કરવામાં આવે તો તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “તાકાત નથીબ્રહ્માંડમાં કોઈ જીતી શકે રામ, કેમ આજ હું હારું છું અને તું જીતી ગયો બાપ મને વાત કર, મારી આગળ શક્તિ છે બધું છે છતાં કેમ હુંહારી ગયો.? ત્યારે રામે રાવણને કીધું હતું કે જીતવા માટે આપણા ભાયું ભેળા જોઈએ બાકી દુનિયા ગમે તેટલી ભેળી હોય.”

ઇન્સ્ટાગ્રામ પર જોખમી સ્ટંટ કરતા વાઇરલ વિડીયો અંગે માલવિયાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે જીપ ગાડીના બોનેટ પર બેઠેલા શખ્સ સિદ્ધાર્થ ઉર્ફે શેખરદાન ગઢવી (ઉ.વ.30)ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ ઉર્ફે શેખરદાન ગઢવી મિત્રો સાથે કાલાવડ રોડ પર જીપ લઈને ફરવા માટે નીકળ્યા હતા. આ સમયે વિડીયો બનાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે શેખરદાન ગઢવી વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *