કોરોના ડંખ…રૂપાણી સરકાર પર અધધધ…રૂ. 60 હજાર કરોડનું દેવું..!!

(ગાંધીનગર)

કોરોનાને કારણે ગુજરાત સરકારની કરવેરાની આવકમાં ખાસો ઘટાડો થયો છે. નાણાંકીય વર્ષની શરુઆતમાં લોકડાઉન આવી જતાં નાણાં વિભાગને ડિસેમ્બર મહિના સુધીમાં કરવેરા સહિતની આવકોમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. તેવામાં આગામી વર્ષનું બજેટ બનાવવા માટે સરકારને પોતાનું જાહેર દેવું વધારવાની ફરજ પડશે. બજેટમાં 60 હજાર કરોડ જેટલું દેવું વધશે. ઉપરાંત સરકાર પોતાના બજેટના કદમાં ઘટાડો કરવાને બદલે ગયાં વર્ષના બજેટના કદમાં અંદાજે ત્રણ કે ચાર ટકા જેટલો વધારો કરશે તેવું સૂત્રો જણાવે છે.

નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના તમામ વિભાગો સાથે બજેટમાં રજૂ થનારી નવી બાબતો માટે બેઠક બોલાવી છે. જે આજથી શરૂ થશે અને લઘુતમ ખર્ચ થાય તેવી તાકીદ સાથે કરકસરભર્યા અભિગમ સાથે નવી બાબતો તૈયાર કરવા જણાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *