મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે વંદે ગુજરાત વિકાસ રથને ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર્યો

રિપોર્ટ : જલ્પેશ ખત્રી

રૂ.૨.૨૪ કરોડના વિવિધ ૧૪ વિકાસકામો ની જાહેરાત કરવામાં આવી

રૂ. ૪૫.૭૯ લાખના ૨૧ કામોના લોકાર્પણ અને રૂ. ૭.૫૦ લાખના ખાતમુહૂર્તના બે કામો પ્રજાઅર્પણ કરાયા

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વાનગી હરીફાઈ અને કીટ પ્રદર્શન યોજાયું હતું

વિવિધ યોજનાના ૫૩ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ એનાયત કરાયા

વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે વંદે ગુજરાત વિકાસ રથને ગ્રામજનોએ ઉત્સાહભેર આવકાર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રૂ.૨.૨૪ કરોડના વિવિધ ૧૪ વિકાસકામોની જાહેરાત કરવામાં આવી હતી. રૂ.૪૫.૭૯ લાખના ૨૧ કામોના લોકાર્પણ અને રૂ. ૭.૫૦ લાખના ખાતમુહૂર્તના બે કામો પ્રજાઅર્પણ કરાયા હતા. વંદે ગુજરાત અંતર્ગત ૫૩ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો આપવામાં આવ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાના ૫૩ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને કીટ એનાયત કરાયા હતા. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વાનગી હરીફાઈ અને કીટ પ્રદર્શન યોજાયું હતું ૧૦ લાભાર્થીને પીએમજેએવાય- આયુષ્યમાનકાર્ડ, સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ૨૦ સગર્ભાને  પોષણકીટ, ૨૦ ધાત્રીમાતા કીટ માતાઓને અર્પણ કરાઇ હતી . મિશન મંગલમ યોજના હેઠળ રૂપિયા ૩૦.૦૦૦ ની ચેક સહાય આપવામાં આવી હતી. આ તકે ખેતીવાડી વિભાગ તરફથી એક ખેડુતને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચરની સહાયનો હુકમ પત્ર  આપવામાં આવ્યો હતો. સમાજ સુરક્ષાની પાલક માતા પિતા યોજનાનો એક લાભાર્થીને લાભ અપાયો હતો.

 વંદે ગુજરાત વિકાસ યાત્રા અંર્તગત જિલ્લા પંચાયતની સમાઘોઘા બેઠક પર પ્રાગપર ગ્રામ પંચાયત ચોકમાં યોજાયેલા કાર્યક્રમમાં ગામની કન્યા શાળાની કન્યાઓ અને ગામ લોકોએ ઉત્સાહભેર સામૈયુ કરી વિકાસરથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં ૨૦ વર્ષથી શરૂ થયેલી વિકાસગાથા અને સરકારશ્રીના ૨૦ વર્ષના સુશાસનને ઉજાગર કરતા વિકાસરથનું મહત્વ અને અપાયેલી યોજનાના લાભો વિશે તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ ત્રિવેદી અને ગામ સરપંચશ્રી હરશીભાઇ લક્ષ્મણભાઈ સીંચે વિગતે લોકોને માહિતગાર કર્યા હતા સમાઘોઘા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી લક્ષ્મીબેન દેવશીભાઈ પાતારીયા ,તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી અન્નપૂર્ણાબા જાડેજાએ પણ મનનીય પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં વિકાસરથના આગમન સમયે ગામની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના રજૂ કરાયા બાદ રાજયના સાર્વત્રિક તથા પ્રાદેશિક વિકાસની ફિલ્મ તથા વિકાસ ગાથા અંગેના વડાપ્રધાનશ્રીના વક્તવ્યોની ટુંકી ફિલ્મનું નિર્દેશન કરાયું હતું. જેને ગ્રામજનોએ ઉત્સાહભેર રસપૂર્વક જોયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં એટીવીટી સભ્ય વિજયસિંહ જાડેજા, ઉપસરપંચશ્રી જયમલજી સમા, મેડિકલ ઓફિસરશ્રી ક્રિષ્નાબેન ઢોલરીયા, આરોગ્ય અધિકારીશ્રી આશાબેન રાજગોર, પ્રિન્સિપાલશ્રી સુલેમાન લાંગા, બાગાયત અધિકારીશ્રી પટેલ, આરએફઓશ્રી મોદી, તલાટીશ્રી હરિભાઈ પટેલ, વિસ્તરણ અધિકારીશ્રી જી.બી ઝાલા, શિક્ષકો, ગ્રામઅગ્રણીશ્રીઓ તેમજ આરોગ્યકર્મીઓ, આંગણવાડીની બહેનો, લાભાર્થીઓ ,સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *