
World Snake Day: ખતરનાક સાપોનું સામ્રાજ્ય ધરાવતું આ ‘સ્નેક આઇલેન્ડ’ ખરેખર ડરાવનું છે
સાપ દુનિયાના એવા જીવોમાંથી એક છે, જેના વિશે લોકોને સૌથી વધુ ગેરસમજ છે. તેથી જ વિશ્વભરમાં દર વર્ષે 16 જુલાઈના રોજ વર્લ્ડ સ્નેક ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોના દિલમાંથી સાપ વિશેની ગેરસમજો દૂર કરી તેમને તેના વિશે જાગૃત કરવાનો છે.
ઉદાહરણ તરીકે, લોકો માને છે કે દરેક સાપ ઝેરી હોય છે, તેથી તેની સુરક્ષા માટે તેને મારવો જરૂરી છે. જ્યારે વાસ્તવિકતામાં વિશ્વના કુલ સાપમાંથી માત્ર 7% જ ઝેરી હોય છે. બાકીના 93% ટકા સાપ બિનઝેરી છે.

આપણી પૃથ્વી પર સાપોની 3500થી વધુ પ્રજાતિઓ છે,જેમાંથી 600 ઝેરી છે, જ્યારે ઘણા સાપો શિકારી સ્વભાવને કારણે જાણીતા છે.
Ilha da Queimada Grande, એક એવી જગ્યા છે જ્યાં ઝહેરીલા સાપોનું સામ્રાજ્ય છે. આ એક નાનો દ્વીપ છે,જે બ્રાઝીલના દક્ષિણ પૂર્વ કિનારા પર સ્થિત છે. આ સ્થાન સાઉ પાઉલો રાજ્યનો એક ભાગ છે,અને રેન ફોરેસ્ટના નામે ઓળખય છે.

Golden Lancehead Viper નું ઘર
સ્નેક આઇલેન્ડ બ્રોથૂપસ ઇંસુલરિસ (Bothrups insularis) પ્રજાતિના સાપોનું ઘર કહી શકાય છે. જેને ગોલ્ડન લાંસપેર વાઇપર પણ (Golden Lancehead Viper) કહેવાય છે.
Golden Lancehead Viper આ સાપ દુનિયાના સૌથી ઘાતક સાપ છે, પૃથ્વી પર એકમાત્ર આ સ્થાન છે જ્યાં આ સાપોનો વસવાટ છે.
માનવામાં આવે છે કે ઘણા સમય પહેલા એટલે કે, લગભગ 11000 વર્ષ પહેલાં અંતિમ હિમયુગ સમાપ્ત થયા બાદ આ પ્રજાતિ આ દ્વીપ પર ફસાઇ ગઇ હતી. સમય જતા વધતા સમુદ્રના લેવલે સ્નેક આઇલેન્ડને મેનલેન્ડ સાથે જોડવાની જમીનને પાણીની નીચે ડુબાડી દીધી અને આ ભાગ બની ગયો આઇલેન્ડ.

Golden Lancehead Viper ને અમેરિકાના સૌથી ખતરનાક અને ઝહેરીલા સાપોમાંનો એક છે. આ સાપ દેખાવે જ પોતાની રીતે અનોખો છે. હલ્કા પીળા અને ભૂરા રંગનો હોય છે. આ સિવાય સાપના માથાનો આકાર ફેર ડી લાંસની જેમ મોટો હોય છે. સાપની આગળનો ભાગ એક બ્લેડ જેવો લાગે છે. એક સમય પર 4 લાખથી વધુ લાંસહેડ વાઇપર અહીં રહેતા હતા, પણ ભોજનની અછતને કારણે અને બદલાતી પરિસ્થિતિને કારણે તેમની સંખ્યા ઘટતી ગઇ.

આ સાપ એટલા ખતરનાક અને ઝહેરિલા છે, કે બ્રાઝીલની સરકારે માણસો અને સાપોની સુરક્ષાના કારણે આઇલેન્ડ પર માણસોને જવા પર રોક લગાવી દીધી છે. નૌસેના દર વર્ષે આઇલેન્ડ પર લાઇટહાઉસની દેખરેખ માટે ત્યાં જાય છે. ખૂબ જ ઓછા શોધકર્તાને લાઇમલાઇટ પર જવાની પરમિશન મળે છે. શોધકર્તાઓને ત્યાં જવા માટે સરકારના અપ્રુવલની જરૂર પડે છે.