
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે NDRFની વધુ પાંચ ટીમો તૈનાત કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રણ તો બનાસકાંઠા અને સુરતમાં એક- એક ટીમ તૈનાત કરવામાં આવશે.
ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી
હવામાન વિભાગે કરી છે આગાહી કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ધોધમાર વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
