
કચ્છ: નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી જશો
કચ્છ: રાપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રાપરના ગામમાં નાના ભાઈએ જ મોટા ભાઈને પતાવી દઈ લાશને કૂવામાં નાખી દીધી હતી. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર સાટામાં આપેલી દિકરીને વળાવવામાં વિલંબ કરતા સગા ભાઈએ જ મોટા ભાઈને પતાવી દીધો હતો.

કચ્છ: નાના ભાઈએ મોટા ભાઈની કરી હત્યા, કારણ જાણશો તો ચોંકી જશો
મૃતકે ભાઈના લગ્ન કરાવી સાટામાં દીકરી પરણાવેલી હતી. દીકરીને સાસરે વળાવવામાં મોટો ભાઈ વિલંબ કરતો હોવાથી બંને ભાઈઓ વચ્ચે અવર નવર બોલાચાલી થતી. આખરે કંટાળીને નાનાભાઈએ મોટા ભાઈની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હાલ પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
