પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન..

KK

પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન..

પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોલકાતામાં નાઝરુલ માંચમાં કોન્સર્ટ ખાતે પર્ફોમિંગ કરી રહ્યા હતા.કોન્સર્ટ બાદ ઓચિંતા જ તેમની તબિયત બગડી ગઈ હતી અને પડી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં તેમને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન..

પ્રાથમિક માહિતી પ્રમાણે કૃષ્ણકુમાર કુન્નથ KK નું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ જાળવા મળશે.

KK બોલીવુડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા તે ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના ‘યારો’ ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટીકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જોકે હવે બોલીવૂડમાં શોકની લહેર છે.

પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન..

KKનું પ્રથમ આલ્બમ ‘પાલ’ વર્ષ 1999માં રિલિઝ થયું હતું. સિંગર-કોમ્પોઝીટર કે જેમનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું તેમણે બોલીવૂડ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેમણે તડપ તડપ (હમ દિલ દે ચુકે સનમ, 1999), દસ બહાને (દસ,2005), તુને મારી એન્ટ્રીયા (ગુંડે,2014) જેવા ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝીક રજૂ કર્યાં હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું

પ્રસિદ્ધ સિંગર KKનું કોલકાતામાં હૃદય રોગના હુમલાને લીધે 53 વર્ષની વયે અવસાન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *