મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ મળ્યું/Drugs recovered from Mundra port

પ્રતિકાત્મક તસવીર

મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ મળ્યું/Drugs recovered from Mundra port

મીઠાના કન્ટેનરથી 50 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું, ઈરાનથી વાયા દુબઈ થઈ કન્ટેનર આવ્યું હતું

Drugs recovered from Mundra port

મુંદ્રા પોર્ટ પર ગત રોજ ઇમ્પૉર્ટ થયેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે તેમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, હજી પણ કન્ટેનરના તમામ જથ્થાની તપાસ ચાલી રહી છે તેમજ તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત રોજ મુંદ્રા પોર્ટ પર આવેલા એક કન્ટેનરને રોકાવીને તપાસ ચલાવી હતી.

Drugs recovered from Mundra port

સુત્રોએ જણાવ્યું કે મીઠુ હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ કન્સાઇમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું. જેમાં રહેલા દરેક જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી રહી છે, અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે ખરેખર હેરોઈન છે કે અન્ય કોઇ ડ્રગ તે તપાસ પુર્ણ થયા અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. કસ્ટમના સુત્રોએ મીઠાના કન્ટેનરની તપાસ ચાલતી હોવાની ગતીવીધીને સમર્થન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *