
‘સ્કેમ 1992’ ફેમ 54 વર્ષીય બોલિવૂડ ડિરેક્ટર હંસલ મહેતાએ (Hansal Mehta) 17 વર્ષ બાદ લિવ ઇન પાર્ટનર સફીના સાથે લગ્ન કર્યાં
‘સ્કેમ’ ફૅમ ડિરેક્ટર હંસલ મહેતાએ (Hansal Mehta) 54 વર્ષની ઉંમરમાં પોતાની લિવ ઇન પાર્ટનર સફીના હુસૈન સાથે કેલિફોર્નિયામાં લગ્ન કર્યાં છે. હંસલ મહેતાએ (Hansal Mehta) સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. હંસલ મહેતા તથા સફીના હુસૈન 17 વર્ષ લિવ ઇનમાં રહ્યા હતા.

હંસલ મહેતાએ (Hansal Mehta) લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ’17 વર્ષ બાદ બે લોકોએ પોતાની દીકરીઓને મોટી થતી જોઈ અને પોતાનાં સપનાંની પાછળ ભાગતાં અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જીવનમાં દર વખતની જેમ અચાનક અને આયોજન વગર જ આ લગ્ન કર્યાં. જોકે, અમારી પ્રતિજ્ઞાઓ સાચી હતી. અંતે પ્રેમ તમામ બાબતો પર હાવી થઈ જાય છે.’હંસલ મહેતા (Hansal Mehta) ભૂરા રંગના બ્લેઝર તથા સફેદ ટી શર્ટમાં જોવા મળ્યા હતા, જ્યારે સફીના ગુલાબી રંગના સલવારમાં હતી. હંસલ મહેતાની આ પોસ્ટ પર પ્રતીક ગાંધી, વિશાલ ભારદ્વાજ, અનુભવ સિંહા, રાજકુમાર રાવ, મનોજ વાજપેઈ સહિતના સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.

29 એપ્રિલ, 1968માં મુંબઈમાં મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં જન્મેલા હંસલ મહેતાએ (Hansal Mehta) કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી હતી. હંસલ મહેતાએ (Hansal Mehta) સુનીતા સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્નથી તેમને બે દીકરાઓ જય તથા પલ્લવ છે. સુનીતાને ડિવોર્સ આપ્યા બાદ હંસલ મહેતા એક્ટર યુસુફ હુસૈનની દીકરી સફીનાને ડેટ કરવા લાગ્યા હતા. બંને પછી લિવ ઇનમાં રહેતાં હતાં. આ દરમિયાન તેમને બે દીકરીઓ કિમાયા તથા રેહાના જન્મી હતી.
હંસલ મહેતાએ (Hansal Mehta)1993માં ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ટીવી શો ‘ખાન ખઝાના’ ડિરેક્ટ કર્યો હતો. 1999માં ‘જયતે’ ફિલ્મ ડિરેક્ટ કરીને બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. છેલ્લે 2020માં તેમણે ફિલ્મ ‘છલાંગ’ ડિરેક્ટ કરી હતી. હવે તે ફિલ્મ ‘ફરાઝ’ તથા ‘દેઢ બીઘા જમીન’ પર કામ કરી રહ્યા છે. વેબ સિરીઝની વાત કરીએ તો 2020માં આવેલી ‘સ્કેમ 1992’ સુપરડુપર હિટ રહી હતી. હાલમાં જ તેમણે ‘સ્કેમ 2003’ની જાહેરાત કરી છે. આ સિરીઝ સ્ટૅમ્પ કૌભાંડ કરનાર અબ્દુલ કરીમ તેલગી પર આધારિત છે.
