Young Giants Group of Mandvi પ્રમુખ પદે સત્ત બીજી વખત કૃપા દીપક સોની ની વરણી કરવામાં આવી

કૃપા દીપક સોની

યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ પદે સત્ત બીજી વખત ” કૃપા દીપક સોની ની વરણી કરવામાં આવી

યંગ જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ પદે સત્ત બીજી વખત ” કૃપા દીપક સોની ની વરણી કરવામાં આવેલ યંગ જાયન્ટ્સ ગૃપ ઓફ માંડવી વર્ષ ૨૦૨૧ -૨૦૨૨ ના પ્રમુખ ‘ ‘ કૃપા દીપક સોની ‘ હતા તેઓ વર્ષ ૨૦૨૨ ૨૦૨૩ મા પ્રમુખ તરીકે રીપીટ થાય છે . તેમને વર્ષ ૨૦૨૧ -૨૦૨૨ માં સુંદર કામગીરી ની નોધ યુનિટ તથા ફેડરેશને લીધેલ અને જેથી તેમને યુનિટ લેવલે બેસ્ટ પ્રમુખ તથા ફેડરેશન લેવલે પણ બેસ્ટ પ્રમુખનો એવોર્ડ મળેલ છે તે ઉપરાંત ફેડરેશન માથી બેંસ્ટ ગૃપનો એવોર્ડ પણ કૃપાને મળેલ છે . કૃપા કચ્છની ખ્યાતનામ કોલેજ શ્રી મુકત જીવન મહીલા કોલેજમાં એસ. વાય . બીએ મેઈન વિષય અંગ્રેજી માં અભ્યાસ કરે છે . તે ઉપરાંત ગુજરાત સરકારની કલા મહાકુંભ આઝાદીકા અમૃત મહોત્સવ અંતરગત ‘ ‘ સીગ્ન નિબંધ સ્પર્ધ ‘ ‘ સમગ્ર કચ્છ માં પ્રથમ નંબર મેળવી ને કચ્છ નું પ્રતિનિધીત્વ કરતા ઉતર ગુજરાત પ્રદેશ કક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ સમગ્ર ગુજરાત રાજય માંથી પ્રથમ નંબર મેળવેલ તે ઉપરાત ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશ , તથા ગુજરાત રાજય સંગીત નાયટ અકાદમી ગાંધીનગરના સહયોગથી , ગાંધીનગર શ્રી કમલમ ખાતે આઓ ફીરસે દીયા જલાયે ‘ એક પાત્ર અભિનય ‘ મેળવી શ્રી સી.આ ર. પાટીલજી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ હસ્તે ઈનામો મેળવેલ . કૃપા દીપક સોની ખીમજી રામદાસ મા અભ્યાસ કરતી ત્યારે શાળાના સાસ્કૃતિક કાર્યક્રમ માં મસ્કત માં પણ તેમણે પોતાનું કૈાસલ બતાવેલ છે સાથે કચ્છ શકિત મુંબઈ તરફથી તેમની બે બુકોમાં તેમના ફોટો ગ્રાફ સાથેના લેખો પ્રકાસીત કરેલ છે તેમજ તેમજ પ્રમાણપત્ર તથા રોકડ ઈનામો પણ તેઓ મેળવેલ છે તે કચ્છમિત્ર દૈનિકમાંમાં માય કોમેન્ટ મા પણ તેની કોલમ પ્રકાસીત થયે છે તેમજ ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી પર ‘ કાવ્ય લેખન ‘ ‘ સ્પર્ધામાં તાલુકા , જીલ્લા અને રાજયમાં પ્રથમ સ્થાન મેળવેલ અને કૃષ્ણકાત દવે તથા કુલપતિ હસ્તે ગાંધીનગર મધ્યે મોમેન્ટો , ગીફટ , રોકડ પુરસ્કાર મેળવેલ છે . કૃપા જાયન્ટ્સ ગૃપ ઓફ માંડવી ના પૂર્વ પ્રમુખ એડવોકેટ દીપક પ્રભુલાલ સોની ની પુત્રી છે તેમની આવી જવલત સફળતા બદલ સોની જ્ઞાતિ તેમજ કોલેજ પરિવાર , જાયન્ટ્સ પરિવા ૨ તેમજ ખુબ ખુબ શુભેચ્છા આપે છે જે દીનેશભાઈ શાહ ની યાદી જણાવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *