
Surat Takshashila fire:સુરત તક્ષશિલા અગ્નિકાંડ: કેસ (Case)ઝડપી ન્યાય મળી માટે ફાસ્ટ ટ્રેકની માગણી
speedy justice
Surat Takshashila fire: Demand for fast track for speedy justice

22 વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારનારી તક્ષશિલા અગ્નિકાંડની(Surat Takshashila fire) હ્દયકંપાવનારી ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં હજી વાલીઓ ન્યાય (justice) માટે તરસી રહ્યા છે. આ કેસ (Case) ચાલી રહ્યો હતો તે દરમિયાન જ ગ્રીષ્મા વેકરિયા હત્યા કાંડનો આખો કેસ ચાલી ગયો. ચાર્જશીટથી લઇને ટ્રાયલ અને ચુકાદો બધુ જ 70 દિવસમાં પુરો થઇ ગયો. પરંતુ તક્ષશિલા કાંડમાં 280 જેટલાં સાક્ષી-પંચમાંથી હજી ચાર ડોકટર સહિત માંડ 18 સાક્ષી ચકાસાયા છે.
Surat Takshashila fire: Demand for fast track for speedy justice
ગ્રીષ્માનો કેસ (Case) અને તક્ષશિલાના (Surat Takshashila fire)કેસને જોઇએ તો ગ્રીષ્માનો કેસ કોર્ટમાં આવ્યો તે વખતે તક્ષશિલા કેસનો (Surat Takshashila fire) જે સ્ટેટસ હતો તે અને ગ્રીષ્માનો કેસ (Case) પુરો થયો તે વખતના તક્ષશિલા કેસના સ્ટેટસમાં જરાય ફરક આવ્યો નથી. આમ, આ કેસ સ્પિડ પકડે એવી માગણી વાલીઓ કરી રહ્યા છે. ફરિયાદીના એડવોકેટ પિયુષ માંગુકિયા કહે છે કે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમા (fast track) ચલાવવા માટે અગાઉ અરજી કરવામાં આવી હતી જે કોર્ટે નામંજૂર કરી હતી. કોર્ટમાં કેસનો ભરાવો છે એમ કહેવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે આ કેસમાં હવે આગામી 25મી મેના રોજ સુનાવણી થનાર છે જેમાં સાક્ષી ચકાસવામાં આવશે.
Surat Takshashila fire: Demand for fast track for speedy justice
કાયદાના જાણકારો કહે છે કે ફાસ્ટ ટ્રેક (fast track) કોર્ટમાં કેસ (Case) ચલાવવો છે કે કેમ એનો નિર્ણય કોર્ટ જ લઇ શકે છે. શહેરમાં ગ્રીષ્મા સહિતના ઘણા કેસોમાં (Case) જોવામાં આવ્યું છે કે જે કેસમાં ઝડપી ચાર્જશીટ કે ચાર્જફ્રેમ થયા છે તેવા કેસમાં ઝડપથી ન્યાય (justice) મળ્યો પણ છે. એડવોકેટ ઝમીર શેખ કહે છે કે કેટલાંક સિલેક્ટેડ મેટરમાં ઝડપથી ન્યાય મળ્યો છે. પોલીસે જે કેસમાં અઠવાડિયા કે દસ દિવસમાં ચાર્જશીટ કરી છે તેવા કેસમાં કોર્ટે પણ ઝડપી ન્યાય (justice) અપાયો છે. ડે ટુ ડે હિયરિંગ થયું છે તે વાત ખૂંચે છે. કયો કેસ ઝડપથી ચલાવવો એ અંગે હાઇકોર્ટના ચોક્કસ ડાયરેક્શન હોય છે. જો કે, કેટલીક એવી મેટર પણ છે જેમાં હાઇકોર્ટના ડાયરેક્શન હોવા છતાં તેને લગતા કેસ ઝડપથી ચાલતા નથી.

Surat Takshashila fire: Demand for fast track for speedy justice
એડવોકેટ પિયુષ માંગુકિયા કહે છે કે જો ત્રણ વર્ષમાં 18 સાક્ષી ચકાસાયા હોય અને આ કેસમાં હજી 250 જેટલા સાક્ષી છે અ્ને તમામને જો ચકાસવાના છે એવું માની લઇએ તો અંદાજો લગાવી શકાય કે હજી ઓર્ડર આવતા કેટલો સમય લાગશે. વાલીઓ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા છે. ખર્ચો પણ એટલો જ થયો છે. આ કેસમાં આગ ક્યા ફ્લોર પર પહેલા લાગી એ અંગે ચાર્જશીટ અને એફએસએલ રિપોર્ટ જુદો છે તેના લીધે કેસ પર કોઈ અસર નહીં થાય.
