5-Gમાં દેશભરમાં ગુજરાત રોલમોડલ બનશે

ભારતમાં 5જી સર્વિસીઝ શરૂ થવાની તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે પરંતુ આ સર્વિસ શરૂ થવાની તારીખ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા બાબતે અનેક અવરોધો, મંજૂરી મેળવવાની લાંબી પ્રોસેસ અને અનેક મુદ્દાઓ ટેલિકોમ સેક્ટર તથા સરકાર માટે પડકારજનક બની રહ્યાં છે. ભારતે 4જી સર્વિસ શરૂ કરી ત્યારે બેકહોલ તરીકે માઇક્રોવેવ-મિલીમીટર વેવ રેડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી જે પડકારનો સામનો કરવાનો થાય છે તે અનુભવ કરી ચૂક્યા છે.

આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેલિકોમ ક્ષેત્રે 5-Gના ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબીત થશે. ગુજરાતની અગ્રણી નવ વાયરલેસ ટેક્નોલોજી દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી આ ટેક્નોલોજી પર કામ થઇ રહ્યું છે એટલું જ નહીં ગુજરાતમાં ડિફેન્સ, ફાર્મા, મેડિકલ-હોસ્પિટલ જેવા સેક્ટરમાં ટેક્નોલોજીની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્ય સરકાર સાથે ગામડાઓને ડિજિટલ બનાવવા માટે સરકાર સાથે મળીને કામ કરવામાં આવ્યું છે ત્યારે હવે 5-જીમાં લાઇફાઇ એટલે કે ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન ટેક્નોલોજીની મદદથી ઝડપી સર્વિસનો લાભ મેળવી શકાશે. આ માટે કંપનીએ દેશભરમાં 2500 કરોડથી વધુનું રોકાણ કરશે જેમાં ગુજરાતમાં જ 250 કરોડનું રોકાણ કરી ગુજરાતને રોલમોડલ બનશે અને ઝડપી સર્વિસ શરૂ થઇ શકશે.

નવ વાયરલેસ ટેક્નોલોજીના હાર્દિક સોનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓ તથા સરકાર સાથે આ ટેક્નોલોજી મુદ્દે વાતચીત ચાલી રહી છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી ફાઇબર ઓપ્ટિકની જરૂર નહીં પડે, ખાડાખોદવાની ઝંઝટ નહીં રહે અને ઝડપી તથા સરળ ઇન્સ્ટોલેશન દ્વારા ઝડપી 5જી ટેક્નોલોજીનો લાભ લઇ શકાશે.

  • 18 કંપનીઓ વિશ્વમાં ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશનમાં પેટન્ટ ધારક
  • ગુજરાત બેઝ્ડ ટેક્નોલોજી હોવાથી ગુજરાતમાં 5જી નેટવર્ક ઝડપી શરૂ થશે
  • કેન્દ્ર-રાજ્યોની સરકાર તેમજ ટેલિકોમ ઓપરેટર સાથે મળી પ્રોજેક્ટ હાથ ધરાશે
  • લાઇફાઇ દ્વારા ગુજરાતના ગામોમાં તથા ડિફેન્સ, ફાર્મા, હોસ્પિટલમાં સુવિધા
  • 2500 કરોડથી વધુનું રોકાણ દેશમાં 5જીના ઝડપી વિસ્તરણ માટે કરાશે

લાઇફાઇ ટેક્નોલોજી એટલે શું ?

લાઇફાઇ મોબાઇલ વાયરલેસ ટેક્નોલોજી છે જે ડેટા ટ્રાન્સમીટ કરવા માટે રેડિયો ફ્રિકવન્સીના બદલે લાઇટનો ઉપયોગ કરે છે. તે વિઝ્યુઅલ લાઇટ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે જેને હેક કરવું દેખીતી રીતે શક્ય નથી. આ ટેક્નોલોજી ફાઇબર બેઝ્ડ નથી માટે ખોદકામ કે અન્ય કોઇ પ્રોસેસ નથી. દરેક જગ્યાએ ઇન્ટરનેટ ક્નેક્ટિવિટી સાથે હાઇ-સ્પીડ વોઇસ અને ડેટા પૂરો પાડવા માટે ઓપ્ટિક વાયર

વિશ્વના ક્યા દેશોમાં ઉપયોગ

ફ્રાન્સ, યુકે, અમેરિકા, જાપાન, જર્મની અને ઇસ્ટોનિયા દેશોમાં શોપિંગમોલ, હોસ્પિટાલિટી, એરલાઇન્સ, મશીનરી તથા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનમાં લાઇફાઇ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. વિશ્વમાં આ પ્રકારની ટેક્નોલોજી 18 કંપનીઓ પાસે જ છે જેમાં દેશમાં ગુજરાતમાં નવ વાયરલેસ ટેક્નોલોજી એક માત્ર પેટન્ટ ધારક.

5જી મુદ્દે ટેક્નોલોજીમાં ગેમચેન્જર સાબિત થશે

મેડ ઇન ઇન્ડિયા ટેક્નોલોજી છે ટેક્નોલોજીના ડિવાઇસ મેન્યુફેક્ચરિંંગ માટે કંપની વડોદરાના વાગોડિયા અને ઉત્તરાખંડના રુરકી ખાતે મેન્યુફેક્ચિંગ સેટઅપ તૈયાર કર્યું છે. દેશમાં આ પ્રકારની પેટન્ટ ધારક એક માત્ર ટેક્નોલોજી છે. – હાર્દિક સોની, સહસ્થાપક, નવ વાયરલેસ ટેક્નોલોજીસ પ્રા.લિ.

5જીના ઇન્સ્ટોલેશન માટે લોકસભામાં પણ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો, ઉકેલની રાહ

તાજેતરમાં લોકસભામાં મુંબઈ-નોર્થના સાંસદ ગોપાલ શેટ્ટીએ સ્પીકર ઓમ બિરલાને પ્રશ્ન પૂછ્યો હતો કે શહેરી વિસ્તારોમાં ઓપ્ટિક ફાઈબરનું જે ખોદકામ ચાલે છે તેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે તો શું સરકાર પાસે એવી કોઈ યોજના છે જેનાથી ટેક્નોલોજીની મદદથી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ ખોદકામ વિના દૂર થાય? આ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખોદકામ વિના ઓપ્ટિક ફાઇબર બિછાવવા હાલ તો શક્ય નથી. ઇલેક્ટ્રિક થાંભલા પર તેને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાંય સફળતા મળી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *