
Google Doodle:ગૂગલે ધ ગ્રેટ ગામા પહેલવાનની 144મી જન્મજયંતિ પર ગદા વડે ક્રિએટિવ ડૂડલ બનાવ્યું / Rustam-e-Hind
Google Doodle:મહાન કુસ્તીબાજ ગામા ની 144મી જન્મજયંતિ / Rustam-e-Hind

Rustam-e-Hind
આજે લોકપ્રિય કુસ્તીબાજ ગુલામ મોહમ્મદ બક્ષ બટ્ટ એટલે પ્રખ્યાત પહેલવાન ગામા પહેલવાનની 144મી જન્મજયંતિ છે.ત્યારે ગૂગલે (Googe Doodle) મહાન કુસ્તીબાજ એવા ગામા પહેલવાન (Gama Pehlwan)ની 144મી જન્મજયંતિ પર ડૂડલ તૈયાર કર્યું છે. આ ડૂડલ કલાકાર વૃંદા ઝવેરીએ બનાવ્યું છે. આ ડૂડલમાં ગામા પહેલવાનને ગદા સાથે દર્શાવવામાં આવ્યો છે. ગામા પહેલવાનનું સાચું નામ ગુલામ મોહમ્મદ બક્ષ બટ્ટ છે. તેમને રૂસ્તમ-એ-હિંદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Rustam-e-Hind
ધ ગ્રેટ ગામાનો જન્મ 22 મે, 1878ના રોજ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના અમૃતસર જિલ્લાના જબ્બોનવાલ ગામમાં થયો હતો. ઉત્તર ભારતમાં પરંપરાગત કુસ્તીનો વિકાસ 1900 ના દાયકાની શરૂઆતમાં થવા લાગ્યો. આ સમયમાં પોતાનો હાથ અજમાવવા માટે લોકો ભવ્ય પ્રતિયોગીતાઓમાં ભાગ લેતા હતા, જેમાં જો તેઓ જીતે તો તેઓને ઓળખ મળી જતી. ગામાએ પણ આ પ્રતિયોગીતાનો ભાગ બનવાનું શરૂ કર્યું અને આ ટુર્નામેન્ટો જીતીને ખુબજ પ્રખ્યાત થયા.

Rustam-e-Hind
ધ ગ્રેટ ગામા તેઓની કારકિર્દી દરમિયાન 1910માં વર્લ્ડ હેવીવેઈટ ચેમ્પિયનશિપનું ભારતીય સંસ્કરણ અને 1927માં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ સહિત અનેક ટાઇટલ જીત્યા હતા. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ બાદ તેને ટાઇગરનો ખિતાબ પણ મળ્યો હતો. વેલ્સના પ્રિન્સે ભારતની મુલાકાત દરમિયાન મહાન કુસ્તીબાજને સન્માનિત કરવા માટે ચાંદીની ગદા આપી હતી. ગામાનો વારસો આજના કુસ્તીબાજોને સતત પ્રેરણા આપે છે. બ્રુસ લી પણ ગામા પહેલવાનના મોટા પ્રશંસક રહ્યા છે.
Rustam-e-Hind
ધ ગ્રેટ ગામા પહેલવાન 5 કિલો દૂધની સાથે 1.5 કિલો બાદામ આરોગતા તેમના આ ખોરાકનો ખર્ચ તત્કાલીન રાજા ભવાની સિંહ ઉઠાવતા હતા.
1910માં વિશ્વમાં કુશ્તી મામલે અમેરિકાના જૈવિસ્કોનું ઘણું નામ હતું, જેને ગામાએ પરાજય આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં જેને કોઈ હરાવી ન શક્યું તેને પરાજીત કરવાને કારણે ગામાને વર્લ્ડ ચેમ્પિયનનો એવોર્ડ મળ્યો. 50 જાણીતા પહેલવાનો સાથે લડનારા ધ ગ્રેટ ગામા એક એવા પહેલવાન હતા જેમણે ક્યારેય કુશ્તીનો કોઈ મુકાબલો હાર્યો નહોતો.
Rustam-e-Hind
ગામાએ 1947માં ભાગલા દરમિયાન ઘણા હિંદુઓના જીવ બચાવ્યા હતા. વિભાજન પછી તેમણે બાકીનું જીવન પાકિસ્તાનના લાહોરમાં વિતાવ્યું. આ શહેરમાં તેમણે 23 મે, 1960, લાહોર, પાકિસ્તાન માં
અંતિમ શ્વાસ લીધા હતા.