Hardik Patel : હાર્દિક પટેલે કોગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

Hardik Patel : હાર્દિક પટેલે કોગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે (Hardik Patel) માત્ર 1161 દિવસમાં જ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે. જોકે રાજીનામું આપવા સમયે તેની પંજાબના ચંદીગઢમાં હાજરી હતી અને આ હાજરી ઘણી સૂચક માનવામાં આવે છે. હાર્દિકે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીને મળવા માટે સમય માગ્યો હતો, પરંતુ તેમણે મળવાનો સમય ન આપતાં રાજીનામું ધરી દીધું હતું. એટલું જ નહીં, આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરી છે. તેમણે રામમંદિર માટે ઈંટો મોકલવી, NRC-CAAને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે.

હાર્દિક પટેલે (Hardik Patel) કહ્યું હતું કે કોંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

Hardik Patel: ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજના હોય તેમને કોંગ્રેસમાં સહન કરવું પડ્યું છે. કોંગ્રેસમાં સાચું બોલો એટલે મોટા નેતાઓ તમને બદનામ કરે અને તે જ તેમનો વ્યૂહ છે.ગુજરાતમાં માત્ર હાર્દિક જ કોંગ્રેસથી નારાજ નથી.ગુજરાતમાં અસંખ્ય નેતાઓ અને ધારાસભ્યો એવા છે જે માત્રને માત્ર કોંગ્રેસનો ઉપયોગ કરે છે.કોંગ્રેસમાં કોઈ મજબૂત થાય ત્યારે તેને હટાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.સત્તામાં બેસીને પાર્ટીમાં વખાણ કરો એનો મતલબ એ નથી એ પાર્ટીમાં બે ટકા વસ્તી ધરાવતા સમાજના મુખ્યમંત્રી બની શકે છે.7 થી 8 લોકો 33 વર્ષથી કોંગ્રેસ ચલાવે છે. મારા જેવા કાર્યકરો રોજના 500-600 કિ.મી. ફરીને લોકો વચ્ચે જઈને તેમના સુખ-દુખ જાણવાનો પ્રયાસ કરે તો અહીંના મોટા નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને આ પ્રયાસને ખોરવી નાંખવા પ્રયાસ કરે છે.

Hardik Patel : જ્યારે ગુજરાતમાં રાહુલ આવે ત્યારે આજ સુધી તેમના વિરુદ્ધ બોલ્યો નથી. તેઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને ગુજરાતની સમસ્યા વિશે વાત કરી નથી.પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી માટે ચિકન સેન્ડવીચ અને ડાયટ કોકની વ્યવસ્થા કરે છે. પક્ષમાં એવી ચર્ચાઓ કરવામાં આવે છે કે જ્યારે લોકો કંટાળી જશે ત્યારે કોંગ્રેસને વોટ આપશે. નરેશ પટેલને પાર્ટીમાં લેવાની વાતો કરે છે પણ હજી કોઈ નિર્ણય લીધો નથી.મેં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી છે અને ગુજરાતની સમસ્યા જણાવી છે. તેમણે મને શું સમસ્યાઓ છે એવું પૂછ્યું અને મેં જણાવી છે. ત્યારે મને ઈગ્નોર કરવામાં આવ્યો હતો. મેં પક્ષ છોડવાનો દુઃખ સાથે નિર્ણય નથી લીધો પણ હિંમત સાથે લીધો છે.

Hardik Patel : યુથ કોંગર્સની ચૂંટણીમાં 5 કરોડ ઉઘરાવવામાં આવે છે. કોંગ્રેસ મૂર્ખ કહેવાય જેણે મારા કહેવાથી ટિકીટ આપી. મેં કોંગ્રેસને માત્ર આપ્યું છે, કશું લીધું નથી. કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ફાયદો થયો છે.જ્યારે તમને અનુભવ થશે ત્યારે બીજા લોકોને પણ ખબર પડશે. હજી ભાજપમાં જવાનો મારો નિર્ણય પણ નથી. હું કોંગ્રેસમાં રહું તેવું કોઈ નેતા ઈચ્છતા નથી. કોંગ્રેસ પર ગુસ્સો એટલા માટે આવે છે કારણ કે વારંવાર ધર્મની વાતને અવગણવામાં આવે છે.તમારે કોંગ્રેસને જોવી હોય તો ખરેખર રાજીવ ગાંધી ભવન આવીને જોવી જોઈએ, ત્યારે ખરેખર વાસ્તવિકતા શું છે એની ખબર પડશે.કોંગ્રેસ ગુજરાતના લોકોને દુઃખી કઈ રીતે કરી શકાય તે જ કામ કરે છે. મેં મારા જીવનના 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા છે. હાલમાં ભાજપમાં કે આપમાં જવાનો કોઈ નિર્ણય કર્યો નથી. જ્યારે પણ કરીશ ત્યારે ગર્વથી કરીશ. જે નિર્ણય લઈશ એ ઈમાનદારીથી કરીશ.મારા ગુજરાતને સર્વશ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *