Murder : પૌત્ર એ દાદીને ડંડાથી ઢોરમાર મારી હત્યા કરી

Murder : પૌત્ર એ દાદીને ડંડાથી ઢોરમાર મારી હત્યા કરી

મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પૌત્રએ પોતાની દાદીની એટલા માટે હત્યા કરી નાંખી કેમકે તેની દાદી લગ્નમાં અડચણ ઊભી કરતા હતા. પૌત્રની ઈચ્છા લગ્ન કરવાની હતી પરંતુ દાદી યુવતીઓને જોઈને રિજેક્ટ કરી દેતાં હતા.

આ ઘટના સોલાપુરના જોડભવી પેઠના આદર્શ નગર સોસાયટીની છે. લગ્ન માટે થઈને દાદીની હત્યાનો કિસ્સો સાંભળીને આજુબાજુના લોકો ચકિત થઈ ગયા છે. સોમવારે થયેલી આ ઘટના પછી 25 વર્ષના આરોપી પૌત્રની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કડક પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબૂલી લીધો છે.

તપાસમાં સામે આવ્યું છે કે આદર્શ નગરમાં રહેતા મલનબી હસન નદાફ નામના વૃદ્ધ મહિલાએ પોતાના પૌત્ર સલીમ નદાફને લગ્ન માટે કર્ણાટકથી ઘરે બોલાવ્યો હતો. દાદીના કહ્યાં બાદ સલીમે કેટલીક છોકરીને જોઈ જેમાંથી કેટલીક યુવતી તેને પસંદ પણ આવી હતી, પરંતુ લગ્નની વાત આગળ વધે તે પહેલાં જ દાદી તે યુવતીઓને રિજેક્ટ કરી દેતાં હતા. સલીમને લાગી રહ્યું હતું કે તેના દાદીએ તેને પરેશાન કરવા માટે કર્ણાટકથી અહીં બોલાવ્યો છે.

આ કારણે સોમવારે તે રોષે ભરાયો અને દાદી પાસે પહોંચીને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો. મામલો એટલી હદે વધી ગયો કે તેને ડંડાથી દાદી પર હુમલો કરી દીધો અને તેમને ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું મોત ન નિપજ્યું. દાદીને મારતો હતો તે સમયે તે વારંવાર બોલતો હતો, ‘તમે મારા લગ્નની વ્યવસ્થા કેમ નથી કરતા? તમે મને કર્ણાટકથી અહીં કેમ બોલાવ્યો છે?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *