PM modi એ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો

PM modi એ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો

નેપાળ ખાતે બુદ્ધ પૂર્ણિમાના અવસરે PM modi એ સોમવારે સવારે આશરે 10.30 વાગે નેપાળના લુંબિની પહોંચ્યા. અહીં તેમણે નેપાળમાં ભારતની પહેલ પર બની રહેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બૌદ્ધ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કર્યો. આ જગ્યાએ બૌદ્ધ પરંપરા પર સ્ટડી કરવામાં આવશે.

નેપાળ પહોંચેલા PM modi નો નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ હેલિપેડ પર તેમનું સ્વાગત કર્યું હતું . બંને વડાપ્રધાનોએ માયા દેવી મંદિરમાં પૂજા-અર્ચના કરી ત્યાર બાદ તેમણે પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી. તેની સાથે-સાથે તેમણે પવિત્ર બોધિ વૃક્ષની પણ પૂજા કરી હતી.

વડાપ્રધાન મોદી 2566મી બુદ્ધજયંતીની ઉજવણીમાં પણ હાજરી આપશે. તેઓ બૌદ્ધ વિદ્વાનો અને સાધુઓ સહિત નેપાળ તથા ભારતના લોકોને સંબોધન કરશે. PMની આ મુલાકાતનો હેતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરા સાથે નેપાળ-ભારત વચ્ચે સદીઓ જૂના ધાર્મિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *