
Death : બંગાળી હીરોઈનનું મોત
Death : બંગાળી હીરોઈનનું મોત:23 વર્ષીય પલ્લવી ડેની લાશ પંખા સાથે લટકતી મળી આવી

Death : બંગાળી ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પલ્લવી ડે પોતાના કોલકતા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવી હતી. 23 વર્ષીય પલ્લવીની લાશ ગળેફાંસો ખાતી હાલતમાં મળી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાવ્યું હતું.

Death :આ કેસમાં પોલીસે આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પલ્લવીની લાશ ઘરમાં પંખા સાથે લટકતી મળી આવી હતી. પલ્લવીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણે રસ્તામાં અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
Death : પલ્લવીની લાશને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પલ્લવીએ શા માટે આવું પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
