આણંદ જિલ્લા માં વલાસણ ગામે શ્રી મેલડી માતાજી નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

આણંદ જિલ્લા માં વલાસણ ગામે શ્રી મેલડી માતાજી નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

રીપોર્ટ: બીના પટેલ

આણંદ જિલ્લા ના વલાસણ ગામે ગતરોજ 3મે થી 8મે દરમ્યાન 8 કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલ શ્રી મેલડી માતાજી નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સહસ્ત્રચંડી યાગ સહિત ના ધાર્મિક આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. છ દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં રાજ્ય, દેશ સહિત વિદેશ માંથી ભાવિક નું મહેરામણ ઉમટ્યું હતું સમગ્ર મહોત્સવ દરમ્યાન સવાર સાંજ તમામ ભાવિકજનો માટે માતાજી ના મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું. વલાસણ મંદિર યુવક મંડળે ખૂબ સેવા આપી હતી.તા 04 થી 08 મે દરમ્યાન ડાયરા અને રાસ નું આયોજન કરાયું હતું.

શ્રી મેલડી માતાજી નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ દિવસે માતાજી ની ભવ્ય શોભાયાત્રા વલાસણ ગામ માં નીકળી હતી. જેમાં બહેનો દ્વારા માટે કળશ લેવામાં આવ્યા હતા તથા ભાઈઓ ની ભજન મંડળી ઓ એ આખી શોભાયાત્રા માં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. તા.4મે ના આ મહોત્સવ માં સ્વામિનારાયણ સંસ્થા ના સંતો પધાર્યા હતા. જેઓ નું મેલડી માતાજી મંદિર મહોત્સવ કમિટી ના સર્વે હોદ્દેદારો તથા ગ્રામજનો એ આવકાર્યા હતા.

આણંદ મંદિર ના કોઠારી પુ.ભગવદચરણ સ્વામી, નડિયાદ મંદિર ના કોઠારી પૂ. સર્વમંગલ સ્વામી, મહેળાવ મંદિર ના કોઠારી પૂ. ગુણનીધિ સ્વામી સહિત મંદિર ના સંતોએ સૌને આશિષ પાઠવ્યા હતા.

આ મહોત્સવ દરમ્યાન ઉપસ્થિત પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ,આણંદ સાંસદ મિતેશભાઇ પટેલ, દીપકભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રમણભાઈ સોલંકી, પૂર્વ મહામંત્રી સુભાષભાઈ બારોટ, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કરમસદ પાલિકા પ્રમુખ નિલેશભાઇ પટેલ, ઇન્દ્રજીતભાઈ પટેલ,પ્રતાપસિંહ સોલંકી,ભાજપ પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી નીપાબેન પટેલ આણંદ પાલિકા ઉપ પ્રમુખ છાયાબેન ઝાલા, પૂર્વ ધારાસભ્ય જ્યોત્સના બેન પટેલ, પૂર્વ મંત્રી સી. ડી પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ સુથાર ,મેલજીભાઈ, દિનશા પટેલ,નું સન્માન શ્રી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ, વલાસણ ના પ્રમુખ દશરથભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ એ અને મહેશભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો એ કર્યું હતું.
આ મહોત્સવ માં તા.04 મે ના રોજ રાજલ બારોટ એ ગરબા ની રમઝટ બોલાવી હતી તા.05 મે એ પ્રીતિબેન પટેલે પોતાના સુરીલા અવાજ થી ગરબા ની રમઝટ બોલાવી હતી.તા 06 મે એ કિર્તીદાન ગઢવી જી નો ડાયરો યોજાયો હતો અને સાથે હકાભાઈ ગઢવી જી એ રમુજી વ્યક્તવ્ય દ્વારા સૌનું મન મોહી લીધું હતું.

તા07 મે એ ઉમેશભાઈ બારોટ એ ગીતો તથા ભજન થી લોકો ને તરબોળ કરી દીધા હતા. અને તા 08 મે ના રોજ કચ્છી કોયલ ગીતા રબારી એ લોક ડાયરો તથા પોતાના સુરીલા અવાજ થી ભજન ગયી ને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *