ગુજરાત ATSએ ઉત્તરપ્રદેશમાં મોટી કાર્યવાહી

ગુજરાત ATSએ ઉત્તરપ્રદેશમાં મોટી કાર્યવાહી

ગુજરાત ATSએ ઉત્તરપ્રદેશમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાંથી 210 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ATSની આ કાર્યવાહીમાં 2 આરોપી પણ ઝડપાયા છે.
મળતી માહિતી પ્રમાણે આરોપીઓ પાસેથી 210 કિલો હેરોઈન મળી આવ્યુ છે. મુઝફ્ફરનગરના કિદવઈનગરમાં રેઈડ પાડવામાં આવી હતી. ગુજરાત ATSએ રેડ પાડી હૈદર નામના આરોપી સાથે તેના અન્ય એક સાથી ઈમરાનની પણ અટકાયત કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયેલા ડ્રગ્સનુ ઉત્તરપ્રદેશ કનેક્શન ખુલ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *