
Gandhinagar MBBS ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી વિધાર્થીની
Gandhinagar : ગાંધીનગર GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષિય આસ્થા પંચાસર નામની યુવતીએ હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવી મોત વ્હાલું કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસનો દોર ચલાવી રહી છે.મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ લીધુ
Gandhinagar GMERS મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 20 વર્ષીય આસ્થા સંજયભાઈ પંચાસર મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાઅભ્યાસ કરતી હતી. આજે બીજા વર્ષની તેની રીપીટરની પરીક્ષા પણ હતી. મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રૂમ નંબર 902માં રહેતી આસ્થાએ આજે સવારના સમયે હોસ્ટેલના ધાબા પરથી મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું છે.અંગ્રેજીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી
Gandhinagar સેક્ટર-5 બીમાં તેના દાદા વસંતભાઈ અને કાકા કાકી રહે છે. તેના માતા પિતા યુએઈમાં રહે છે. આસ્થા મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. આસ્થાએ NRI ક્વોટામાં એડમિશન લીધું હતું. જેનાં રૂમમાંથી અંગ્રેજીમાં લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં માતાપિતાને સંબોધી લખેલું છે કે મમ્મી પપ્પા સોરી, ભણવાના લીધે પગલું ભરું છું. હું જાઉં છું.