રાજ્યમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં યલો એલર્ટ

રાજ્યમાં હિટવેવની (Hitwave) આગાહી,અમદાવાદમાં (Ahmedabad) યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લાં એક-બે દિવસ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ ક્યાંક-ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદે અમી છાંટણા કર્યા હતાં. પરંતુ હવે ધીરે-ધીરે રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે એક વાર ફરી હિટવેવને (Hitwave) લઇને આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર ,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવની (Hitwave) આગાહી કરવામાં આવી છે. પોરબંદર, કચ્છ અને જૂનાગઢમાં હિટવેવની આગાહી કરાઇ છે. તો (Ahmedabad) અમદાવાદમાં હવામાને યલો એલર્ટ જારી કર્યુ છે.
બીજી બાજુ રાજ્યમાં ગીર સોમનાથ, સુરત અને વલસાડમાં પણ હિટવેવની (Hitwave) આગાહી કરાઇ છે. 25 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હિટવેવ રહેશે. તો આ સાથે અમદાવાદમાં (Ahmedabad) પણ યલો એલર્ટ હવામાને જારી કર્યુ છે. રાજ્યમાં ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હિટવેવની આગાહી કરાઇ છે. ગરમ અને સૂકા પવનના કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન પણ 2થી 3 ડીગ્રી ઊંચું જશે. રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવની (Hitwave) અસર થશે. દક્ષિણમાં સુરત, વલસાડ તો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહેશે.
તમને જણાવી દઇએ કે, શનિવારે દિવસ દરમિયાન રાજકોટ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સાથે સૌથી વધારે ગરમી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સિવાય શનિવારે ભુજ અને વડોદરામાં પણ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *