CAના વિદ્યાર્થીનો આપઘાત:‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’, લખીને કતારગામના યુવકે ફાંસો ખાધો

કતારગામમાં રહેતા સીએના વિદ્યાર્થીએ ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’ એવું સુસાઈડ નોટમાં લખીને ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.
મૂળ જામનગર જિલ્લાના નવાગામના વતની અને હાલ કતારગામ ગજેરા સર્કલ પાછળ ધનરાજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર અકબરી શણ માંજવાની દુકાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી 23 વર્ષીય પુત્ર દીપ સીએના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. દીપે સોમવારે સાંજે પોતાના ઘરે પંખા સાથે શાલ બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. દીપની એક મહિના પહેલાં જ સગાઇ થઇ હતી.
આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, મારા આ પગલાં ભરવા પાછળ મારુ મગજ અને વિચાર છે, આ પગલાં માટે હું જવાબદાર છું, મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે, હું ભગવાનના ધામમાં જાઉં છું અને મંગેતર માટે લખ્યું કે, તું સારી રીતે જીવન જીવજે. હું હંમેશા તારી સાથે જ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *