
અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો. બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 20 ઘાયલોમાંથી 8ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
