મેગી ના ભાવ માં વધારો 12 રૂપિયાના પેકેટ માટે હવે 14 રુપિયા ચૂકવવા પડશે, વધેલા ભાવ આજથી જ લાગુ….

મોંઘવારી તમારી મેગીને પણ મોંઘી બનાવી શકે છે. તેને બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાએ નાના પેકેટની કિંમત વધારીને 14 રુપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી અને દૂઘની કિંમતો 14 માર્ચથી વધારી દીધી છે. હિન્દુસ્તાન યૂનીલિવરે કહ્યું કે કંપની ખર્ચ વધવાને કારણે આ વસ્તુઓની કિંમતો વધારવામાં આવી છે.

મિલ્ક પાવડર પણ થશે મોંઘા
નેસ્લેએ A+ દૂધના એક લિટરના ભાવમાં વધારો કર્યો છે. પહેલા આ માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા ચૂકવવા પડશે. નેસકાફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે. તે જ સમયે, 25 ગ્રામનું નેસકેફેનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *