
યુનિટ ડાયરેક્ટર શ્રી રાજેશ ભાઈ ભટ્ટ ના વરદ્ હસ્તે બેસ્ટ પ્રેસિડેન્ટ નો એવોર્ડ હરીશ ભાઈ હંસોરા ને.. બેસ્ટ સેક્રેટરી નો એવોર્ડ લીનાબેન ઠક્કર ને.. બેસ્ટ ખજાનચી નો એવોર્ડ ચંદ્રકાંત પરમાર અર્પણ કરવામાં આવ્યો હતો માધાપર ગ્રુપ ને બેસ્ટ ગ્રૂપ નો એવોર્ડ સમગ્ર માધાપર ગ્રુપ ની ટીમ એ સ્વિકાર કર્યો હતો.
એવોર્ડ વિતરણ બાદ વર્ષ 22-23 માટે પ્રેસિડેન્ટ તરીકે શ્રી શરદ ભાઈ લોહાર.. સેક્રેટરી તરીકે જયશ્રી બેન ગોગરી ખજાનચી તરીકે વિનોદભાઈ પિત્રોડા ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી લીનાબેન ઠક્કર અને એચ. જી ખાન સાહેબ ની વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાઉન્ડર પ્રેસિડેન્ટ એડવોકેટ શ્રી ભગીરથ સિંહ રાણા સાહેબ એ માર્ગદર્શન આપ્યું હતું
સ્પેશ્યલ કમીટી મેમ્બર શ્રી ચંદ્રકાંત મોતા સહિત ફેડરેશન અને ઈન્ટરનેશનલ ના પદાધિકારીશ્રીઓ એ નવનીયુકત હોદ્દેદારો ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી સંચાલન વિનોદભાઈ પિત્રોડા એ સંભાળેલ અને આભાર વિધી લીનાબેન ઠક્કરે કરેલ હતી