
દાણીલીમડા વસિ્તારમાં રહેતા અને સિલાઈકામ કરીને ગુજરાન ચલાવતો આમીર તેની પત્ની સિમરનની હત્યા કરીને નાસી ગયો હતો, જે હાલ પોલીસ સકંજામાં આવી ગયો છે. આમીરનાં લગ્ન થોડાં વર્ષ પહેલાં સિમરન નામની યુવતી સાથે થયાં હતાં અને બંને જણાં રાજીખુશીથી જીવન ગુજારી રહ્યાં હતાં. દરમિયાનમાં આમીરને સિમરન પર શંકા ગઇ હતી કે તે કોઇ યુવકના પ્રેમમાં છે અને તેની સાથે અનૈતિક સંબંધો પણ છે. સિમરનના સંબંધોના મામલે આમીર તેની સાથે અનેક વખત બબાલ કરતો હતો અને તેને માર પણ મારતો હતો.
આમીરની શંકા એ હદે વધી ગઇ કે તેણે સિમરનની હત્યા કરવાનું નક્કી કરી દીધું હતું, જેના કારણે તેણે કાવતરું ઘડ્યું હતું. સિમરનને નવાં નવાં કપડાં પહેરવાનો શોખ હતો, પરંતુ તેને જરા પણ અંદાજ હતો નહીં કે તેનો આ શોખ તેના માટે મોત બનીને આવશે. સિમરન નવાં કપડાં પહેરતી હતી ત્યારે આમીરને ઇર્ષા થતી હતી અને શંકા થતી હતી કે તેનું કોઇ સાથે ચક્કર ચાલી રહ્યું છે. આ મામલાને લઇ આમીરે સિમરનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આમીરની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે.
