
વડોદરામાં મહંત જ્યોતિરનાથ મહારાજને ધમકી મળવાની વાત સામે આવતા જ ચકચાર મચી ગઈ છે. અહીના તરસાલી તળાવ પાસે મહંત જ્યોતિરનાથ મહારાજની રસ્તામાં કાર રસ્તામાં ઊભી રખાવી ટૂ વહીલાર પર આવેલા બે શખસો એ કારણો કાચ ખટખટાવી, કાચ ખોલાવ્યો હતો. ત્યાર બાદ’ હોશિયારી મત કરના, કુછ ભી હો સકતા હૈ’ કહી આ શખ્સો ફરાર થઇ ગયા હતા. જો કે આ બાબતે મહંત જ્યોતિરનાથ મહારાજે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. ATS ને તપાસ દરમિયાન મળેલી યાદીમાં જ્યોર્તિનાથ સામેલ હોવાની વાત પણ સામે આવી છે.
