
ભાજપના 7 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા છે. જેના પાછળનું કારણ એ આવ્યું છે કે પાલિકાના હોદ્દેદારો દ્વારા ઉપેક્ષા કરાતી હતી જેથી કોર્પોરેટર દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે.
તલોદ નગરપાલિકામાં કુલ 24માંથી 13 બેઠકો ભાજપ પાસે છે. જ્યારે 11 સભ્યો કોંગ્રેસના છે. અહીયા અઢી વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. કોંગ્રેસના 3 સભ્યોએ ભાજપને ટેકો આપીને સત્તા મેળવી હતી અને કોંગ્રેસના સભ્યનેજ નગરપાલિકામાં પ્રમુખ બનાવામાં આવ્યા હતા. જોકે હાલ 7 કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા છે. જેથી હોદ્દેદારો દોડતા થઈ ગયા છે.